RAJKOT : વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વાયરલ તાવના સૌથી વધુ કેસ નોંધાયા

|

Aug 03, 2021 | 5:50 PM

રાજકોટમાં એક અઠવાડિયામાં વાયરલ તાવના સૌથી વધુ 397 કેસ નોંધાયા. તો દૂષિત પાણીથી થતા ઝાડા-ઉલટીના 69 કેસ સામે આવ્યા છે.

RAJKOT : શહેરમાં સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટમાં એક અઠવાડિયામાં વાયરલ તાવના સૌથી વધુ 397 કેસ નોંધાયા. તો દૂષિત પાણીથી થતા ઝાડા-ઉલટીના 69 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યૂ અને મેલેરિયાનો એક અને ટાઈફોઈડના 5 દર્દી સામે આવ્યા છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તાવ અને ઝાડા-ઉલટીના વધારે દર્દી હોય તેવી શક્યતા છે. રાજકોટ પાલિકા તંત્ર રોગચાળાને ડામવા એક્શનમાં આવ્યું છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા દવાનો છંટકાવ અને સફાઈ કામગીરી હાથ ધરી છે. નોંધનીય  છેકે છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે અન્ય શહેરોમાં પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે.

 

 

Next Video