Rajkot: પાણીનું જોડાણ કાપતા આધેડે ઝેર પીધું, સોસાયટી કમિટીની કિન્નાખોરીને ગણાવી કારણભૂત

|

Mar 29, 2023 | 9:07 PM

મૃતકના ભાઈ અલ્પેશ સગપરીયાએ ટીવી9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેમના ભાઈ છેલ્લા છ વર્ષથી આ ફલેટમાં રહે છે. આ સોસાયટીમાં તેનું પોતાનું ઘરનું ઘર હોવા છતા સોસાયટીના લોકો દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા અને તેના ફલેટનું નળ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું.

Rajkot: પાણીનું જોડાણ કાપતા આધેડે ઝેર પીધું, સોસાયટી કમિટીની કિન્નાખોરીને ગણાવી કારણભૂત

Follow us on

રાજકોટની ગોંડલ ચોકડી નજીક આવેલી આવકાર સીટી સોસાયટીમાં પાણીના મુદ્દે આઘેડે મોતને વ્હાલુ કર્યું હોવાની કરૂણ ઘટના બની હતી. જીતેન્દ્ર સગપરીયા આવકાર સીટી સોસાયટીમાં રહેતા હતા અને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જીતેન્દ્ર સગપરીયા નામના વ્યક્તિએ ગત 20 તારીખના રોજ રાજકોટના અટીકા ફાટક નજીક ઝેરી દવા પી લીધી હતી. જે બાદ 28 માર્ચના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

જીતેન્દ્રભાઇએ ઝેરી દવા પીધી ત્યારે તેની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે આવકાર સોસયટીના કમિટીના પ્રમુખ-ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા તેમને પાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને આ લોકોના ત્રાસથી તેઓએ ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જીતેન્દ્રભાઇનું મોત નીપજતા તેમના ભાઇ અલ્પેશ સગપરીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘરનું ઘર હોવા છતા ભાડે રહેવું પડ્યું હતું-મૃતકના ભાઇ

મૃતકના ભાઇ અલ્પેશ સગપરીયાએ ટીવી9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેમના ભાઇ છેલ્લા છ વર્ષથી આ ફલેટમાં રહે છે. આ સોસાયટીમાં તેનું પોતાનું ઘરનું ઘર હોવા છતા સોસાયટીના લોકો દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા અને તેના ફલેટનું નળ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું. આથી ન છુટકે તેમના ભાઈ સામે ભાડેના ફલેટમાં રહેવા માટે ગયા હતા ત્યાં પણ તેને સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ પરેશાન કરતા હતા. જો જીતેન્દ્રભાઇ બહારથી પાણી લાવે તો તેને એ પણ લાવવા દેવામાં આવતા ન હતા અંતે પાણી ન મળતા તેઓએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

આ પણ વાંચો: Surat: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું, 6 મહિલાને મુક્ત કરાવાઈ

જીતેન્દ્ર સગપરિયાના ભાઈ અલ્પેશ સગપરિયાએ સ્યુસાઈડ નોટના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે આઈપીસી કલમ 306,506 અને 114 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં 1.દિપક સનોરા-પ્રમુખ 2.કૈલાશ ધોકિયા 3.નિલેશ 4.ઘર્માંગ 5.મુકેશ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અગાઉ આ મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરાઈ હતી

મૃતક જીતેન્દ્રભાઇના ભાઇ અલ્પેશભાઇના કહેવા પ્રમાણે આ વિવાદ છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલતો હતો. તેના ભાઇ છેલ્લા ઘણાં સમયથી પરેશાન હતા અને તેઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે વખત અરજી પણ કરી હતી જો કે આ અંગે કોઇ નક્કર કાર્યવાહી થઇ નહિ પરિણામે સોસાયટીની કમિટીના સભ્યોનો ત્રાસ વધતો ગયો અને જીતેન્દ્રભાઇ પાણી માટે હેરાન પરેશાન થતા રહ્યા અને એક તબક્કે તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article