Rajkot: 45 વર્ષની ઉંમરે ગુનો કર્યો અને 66 વર્ષે પોલીસના હાથે ઝડપાયો, જાણો પોલીસે 20 વર્ષે કેવી રીતે ઝડપ્યો આરોપી

|

Mar 31, 2023 | 10:09 PM

રાજકોટ શહેરમાં જૂના ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પેરોલ તોડીને ભાગેલા અથવા તો ભૂતકાળમાં કોઇ ગુનામાં વોન્ટેડ હોય તેવા આરોપીઓને શોધવામાં આવે છે અને તેને જેલની પાછળ ઘકેલવામાં આવતા હોય છે. પોલીસ પણ બાતમીદારોના નેટવર્કથી આવા ગુનેગારોને પકડી પાડતી હોય છે.

Rajkot: 45 વર્ષની ઉંમરે ગુનો કર્યો અને 66 વર્ષે પોલીસના હાથે ઝડપાયો, જાણો પોલીસે 20 વર્ષે કેવી રીતે ઝડપ્યો આરોપી

Follow us on

કાયદા માટે એવું કહેવાય છે કે કાનૂને કે હાથ બડે લંબે હોતે હૈ! આ બાબત રાજકોટ પોલીસને બરાબર લાગુ પડે છે. વર્ષ 2002માં મારામારીની ઘટનામાં આરોપી બનેલા કાનજી કાંજિયા નામના શખ્સને SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા 20 વર્ષના લાંબા અંતરાલ બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદાકીય કામગીરી હાથ ધરી હતી.

યુવાવયમાં ગુનો કરીને નાસતો ફરતો આરોપી અંતે ઝડપાયો

વર્ષ 2002માં મારામારીના ગુનામાં વોન્ટેડ રહેલા ભરત કાનજી કાંજીયા નામના શખ્સને સ્પેશ્યિલ ઓપેરશન ગ્રુપ દ્રારા 20 વર્ષ બાદ પકડી પાડવામાં આવ્યો છે. ભરત નામનો શખ્સ મહારાષ્ટ્રના ધુલિયાથી રાજકોટ કિડનીની સારવાર માટે આવી રહ્યો છે તેવી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળતા વોચ ગોઠવવામાં આવી હતી અને આ શખ્સ આવતાની સાથે જ તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સે જ્યારે ગુનો આચર્યો ત્યારે તેની ઉંમર 45 વર્ષની હતી, જ્યારે હાલમાં તેની ઉંમર 66 વર્ષની છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો સમગ્ર ઘટના કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો

વર્ષ 2002માં શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અંદરોઅંદરની કોઇ માથાકુટ થઇ હતી, જેમાં ભરત કાનજી કાજીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ સમયે ભરતના રહેણાંક મકાન શ્યામનગર શેરી નંબર 3 નાનામૌવા ખાતે આવેલા મકાનમાં તપાસ કરતા તે ત્યાં મળી આવેલો ન હતો. નાસી ગયેલો આરોપી 20 વર્ષ બાદ ફરી રાજકોટ આવી રહ્યો હોવાની બાતમી મળતા SOG એ તેને ઝડપી પાડ્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ભરત રાજકોટ છોડી દીધા બાદ મહારાષ્ટ્રના ધુલિયા ગામમાં બાયપાસ રોડ નજીક રહેતો હતો. ભરતને કિડનીની તકલીફ હોવાને કારણે તેની સારવાર માટે તે રાજકોટ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. તેની પાસે રૂપિયા ન હોવાથી સબંધીને ત્યાં ગયો હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે અગાઉ પણ એક વખત તે રાજકોટ આવીને નીકળી ગયો હતો, પરંતુ તે સમયે તે પોલીસના હાથે ઝડપાયો હતો. અગાઉ પણ તે એક વખત રાજકોટ આવીને ચુપચાપ નીકળી ગયો હતો.

ફરાર આરોપીઓને શોઘવા પોલીસ કરે છે ખાસ ડ્રાઇવ

રાજકોટ શહેરમાં જૂના ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પેરોલ તોડીને ભાગેલા અથવા તો ભૂતકાળમાં કોઇ ગુનામાં વોન્ટેડ હોય તેવા આરોપીઓને શોધવામાં આવે છે અને તેને જેલની પાછળ ઘકેલવામાં આવતા હોય છે. પોલીસ પણ બાતમીદારોના નેટવર્કથી આવા ગુનેગારોને પકડી પાડતી હોય છે.

હાલમાં આ શખ્સની પોલીસે ધરપકડ કરીને તેના ગુનાહિત ઇતિહાસની શોધખોળ શરૂ કરી છે.20 વર્ષ દરમિયાન કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Published On - 9:22 pm, Fri, 31 March 23

Next Article