આજે રાજકોટ સહિત દેશભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં બિરાજતા બડા બજરંગ મંદિર દ્રારા 4 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રામનાથપરા, ગરૂડ ગરબી ચોક, કેનાલ રોડ અને પેલેસ રોડ થઇને હનુમાનજી મંદિરે સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડોદરાની ઘટનાને ધ્યાને લઈ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સતત 15મા વર્ષે રાજકોટના રામનાથપરા વિસ્તારથી નીકળેલી બડા બજરંગ બાલાજી મંદિરની શોભાયાત્રામાં શહેરના 120 જેટલી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત 51 જેટલા લાઇવ ફલોટ રાખવામાં આવ્યા હતા. જેમાં ધર્મ દર્શન અને સંસ્કૃતિ તથા સમાજને સંદેશો આપતા ફલોટ મુકવામાં આવ્યા હતા. આ વખતે સનાતન થીમ પર આ શોભાયાત્રા નીકળી હોવાને કારણે અનેક લોકોએ પોતાની કારમાં આગળના કાચમાં સનાતન ઘર્મના પોસ્ટર લગાડ્યા હતા.
આ યાત્રામાં હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા અને આશરે ચાર કિલોમીટરનું અંતર કાંપવામાં આવ્યું હતું. હનુમાનજી નગરચર્ચાએ નીકળ્યા હોય તે પ્રકારના ભક્તિમય માહોલથી જયશ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
Security deployed on the route of #HanumanJayanti‘s Shobha yatra in #Rajkot #HanumanJayanti2023 #HanumanJanmotsav2023 #Gujarat #TV9News pic.twitter.com/jT9CIGLxmk
— Tv9 Gujarati (@tv9gujarati) April 6, 2023
આ પણ વાંચો: Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિ પર આ 7 ઉપાય કરો અને શુભ ફળ મેળવો
વડોદરામાં રામનવમીએ બનેલી પથ્થરમારાની ઘટના બાદ તેના પડઘા ન પડે તે માટે પહેલાથી જ પોલીસ દ્રારા આ શોભાયાત્રામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચાર કિલોમીટરના રૂટમાં 150થી વધારે પોલીસ જવાનો અને SRPની ટુકડીને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. આ અંગે એસસીપી ચૌધરીએ Tv9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે રૂટમાં દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ પણ ઉભા કર્યા છે. કોઇ ધાબા પર પથ્થર અને અન્ય શંકાસ્પદ હથિયારોની ચકાસણી કરવા માટે ડ્રોનની મદદ લેવાઇ રહી છે અને દરેક ઘાબાની પણ તપાસ હાથ ધરાઇ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…