Gujarati NewsGujaratRajkotRajkot 19 lakhs was stolen from the house of the former mayor of Rajkot the thieves stole gold jewelry and escaped
Rajkot: રાજકોટના પૂર્વ મેયરના ઘરે થઈ 19 લાખની ચોરી, ચોરો સોનાના દાગીના ચોરી ફરાર
Rajkot: રાજકોટના પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરે 23 જૂલાઈથી 26 જૂલાઈ દરમિયાન રિનોવેશનના કામ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. મેયરના ઘરેથી કબાટમાં રાખેલા 19 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.
Follow us on
Rajkot: રાજકોટના રૈયા રોડ પર રહેતા પૂર્વ મેયર (Mayor) ગોવિંદ સોલંકીના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગોવિંદ સોલંકીના ઘરે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 23 જુલાઇથી 26 જુલાઇ દરમિયાન ઘરના નીચેના કબાટમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી જેની કિંમત આશરે 19 લાખ રૂપિયા છે. તેની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા છે. જે અંગે પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના પુત્ર મોહિત સોલંકીએ ગાંધીગ્રામ પોલીસને ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
રિનોવેશન દરમિયાન થઇ ચોરી
ગાંધીગ્રામ પોલીસને મોહિત સોલંકીએ લખાવેલી ફરિયાદ પ્રમાણે રૈયા રોડ પર આવેલા તેના મકાનમાં છેલ્લા ત્રણ મહિનાથી રિનોવેશનનું કામ ચાલે છે. આ મકાનમાં તેના માતા પિતા રહે છે. જ્યારે પોતે બાજુની શેરીમાં આવેલા બીજા મકાનમાં રહે છે. ગત 22 તારીખના રોજ મારા માતાએ તેના કબાટમાંથી કેટલાક ઘરેણાં કાઢ્યા હતા.
જો કે ગત 26 તારીખના રોજ ફરી ઘરેણાં કાઢવા માટે કબાટ પાસે જતા કબાટનો દરવાજો તૂટી ગયેલી હાલતમાં હતા અને ઘરેણાં ભરેલી પોટલી ગાયબ હતી. જેના આધારે પોલીસને ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂર્વ મેયરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજની મદદથી ચોર ટોળકીને શોઘવાના પ્રયત્નો હાથ ધર્યા છે.