મહાશિવરાત્રીનો તહેવાર સાવ નજીક છે ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળામાં હજારો લોકો પહોંચતા હોય છે સાથે જ ગીર સોમનાથ ખાતે આવેલા જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ લોકો શિવરાત્રિના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેને ધ્યાને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10-40 વાગ્યે ઉપડશે અને 12-40 વાગ્યે જૂનાગઢ પહોંચશે . તો રાજકોટ પરત આવવા માટે જૂનાગઢથ બપોરે 3-30 વાગ્યે ટ્રેન ઉપડશે.
સાથે જ જૂનાગઢ જતી ટ્રેનમાં વધારાના કોચ પણ જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં સોમનાથ – અમદાવાદ – સોમનાથ અને વેરાવળ -રાજકોટ તેમજ પોરબંદર સોમનાથ અને રાજકોટ સોમનાથ ટ્રેનનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેતકી મુસાફરો સોમનઆથ અને જૂનાગઢ માટે સરળતાથી પરિવહન કરી શકે.
આ ટ્રેન રાજકોટથી સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ – અમદાવાદ – સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.
દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ આજથી વિધિવત પ્રારંભ થયો છે. અલગ અલગ અખાડાઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને અન્નક્ષેત્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભજન, ભોજન, અને ભક્તિના મહાપર્વ સમા મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. તળેટીમાં આવેલા આશ્રમ, અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો શિવભક્તોની પ્રસાદી અને સેવા માટે તૈયાર થઈ ગયા છે. તો મેળામાં 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. મહાશિવરાત્રિ મેળામાં 100થી વધુ અધિકારીઓની સાથે જ SRPની બે કંપનીઓ પણ તૈનાત રહેશે. ઉપરાંત 18 તારીખ સુધી અહીં મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડશે તેના માટે પાર્કિંગ, ભોજન, સુરક્ષા સહિતની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી હતી.