Gujarat Election : PM નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરે રાજકોટમાં ત્રણ ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ, શહેરની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત

|

Oct 15, 2022 | 5:13 PM

PM મોદી (PM Modi) 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને (Rajkot) ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં (Rajkot) PM મોદીનો રોડ શો પણ યોજાશે.

Gujarat Election : PM નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરે રાજકોટમાં ત્રણ ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ, શહેરની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી (PM Modi) 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં (Rajkot) PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત PM મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.

શું છે બ્રિજની વિશેષતા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 ઓક્ટોબરે રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ, નાના મૌવા ચોક ઓવરબ્રિજ અને રામાપીર ચોક ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનતા રાજકોટમાં અંદાજે 2 લાખ વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે. હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ અંદાજે દોઢ વર્ષમાં બનીને તૈયાર થયો છે. હોસ્પિટલ ચોક પર ટ્રાયેંગલ બ્રિજ તૈયાર કરાયો કરાયો છે. અહીંથી જામનગર, દ્વારકા જતા લોકો સરળતાથી જઈ શકશે. તો બીજા માર્ગ પર ઉપલાકાંઠા વિસ્તાર અને અમદાવાદ જતા વાહન ચાલકોને લાભ મળશે. રાજકોટના મહત્વના માર્ગ પર ટ્રાફિક વહેંચાતા થતા એક મોટી સમસ્યાનો પણ અંત આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાત દરમિયાન અંદાજે 5 હજાર કરોડથી વધારેની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી મવડી ઈનડોર સ્ટેડિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના પ્રવાસને રાજકોટના વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

PM મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ

આ સભામાં દોઢ લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે. PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને થોડા દિવસ પહેલા કલેક્ટર કચેરીમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની (Jitu vaghani) અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા ઉપરાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article