પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) એ જામનગરની મુલાકાત દરમિયાન એરપોર્ટથી સીધા જ જામનગરના(Jamnagar)જામસાહેબ શત્રુશલ્યસિંહજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શત્રુશલ્યસિંહજી (Shatrushalya sinh)સાથે મુલાકાત કરી હતી અને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આ મુલાકાત અંગે ટ્વિટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે જામસાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશા મળ્યો છે એવા જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી સાથે મુલાકાત કરી જૂની વાતો વાગોળવાનું અવસર પ્રાપ્ત થયો,જો કે 10 મિનીટની આ મુલાકાતથી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજને પોતાના તરફ આકર્ષિત કર્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આવા સમયે ચૂંટણી ક્યારે આવે તે ભલે નક્કી ન હોય પરંતુ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટના જામસાહેબ એટલે કે રાજવી પરિવારના શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરીને ક્ષત્રિય સમાજમાં એક અનોખું વાતાવરણ ઊભું કરી દીધું છે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં રહે છે અને આજે પણ ક્ષત્રિય સમાજમાં સૌરાષ્ટ્રના રજવાડાઓને આદર થી જોવામાં આવે છે .નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ શત્રુશલ્ય સિંહજી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. અને ક્ષત્રિય સમાજે ઉમંગભેર તેને પોસ્ટ પણ કર્યા હતા.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાટીદાર અને કોળી બાદ સૌથી મોટા સમાજ તરીકે ક્ષત્રિય સમાજ છે સૌરાષ્ટ્રના જામનગર ,ભાવનગર ,સુરેન્દ્રનગર ,રાજકોટ અને કચ્છ જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે સૌરાષ્ટ્ર કચ્છની દસ જેટલી બેઠકોમાં ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે જેમાં કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર અને જામનગર વિધાનસભા સીટો પર ક્ષત્રિય સમાજ નિર્ણાયક મતદાર બની શકે છે તો રાજકોટ જિલ્લામાં પણ ગોંડલ અને રાજકોટ ની વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના મતદારો ભાજપ તરફથી થાય તો ભાજપને સીધો ફાયદો મળી શકે છે આજે મળેલી મુલાકાત ને કારણે નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચુંટણી પહેલાનો માસ્ટર સ્ટ્રોક મારીને ક્ષત્રિય સમાજને પોતાના તરફ આકર્ષિત કરવાનો જરૂરથી પ્રયત્ન કર્યો હતો.
તાજેતરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અને ત્યારબાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં એક નારાજગી જોવા મળી હતી ક્ષત્રિય સમાજ ની સામાજિક સંસ્થા કરણી સેના એ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ઠેર ઠેર વિરોધ પણ થયો હતો. આજે શત્રુશલ્યસિંહજી સાથેની મુલાકાતથી ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Kutch: જખૌના દરિયા કિનારેથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓ સતર્ક
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ GCTM સેન્ટરનું ભૂમિપૂજન કર્યુ, કહ્યુ ‘WHOના વિશ્વાસ પર ભારત ખરુ સાબિત થશે’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:37 pm, Tue, 19 April 22