Rajkot : કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડેલા રાહદારી પર ફાયરિંગ, પોલીસે આરોપીની કરી અટકાયત

|

May 19, 2022 | 9:00 AM

ફાયરિંગ (Firing) અને હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઘટનાસ્થળ પરથી ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Rajkot : કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડેલા રાહદારી પર ફાયરિંગ, પોલીસે આરોપીની કરી અટકાયત
Symbolic image

Follow us on

Rajkot News : રાજકોટના(Rajkot)  જામનગર રોડ પર ફાયરિંગની (Firing) ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક પરિવારના ઝઘડામાં નિર્દોષનો ભોગ લેવાયો .નાનાભાઇને પત્ની સાથે ઝઘડો થતા આર્મીમેન મોટોભાઇ બંદૂક લઇને પહોંચ્યો હતો અને બે અલગ-અલગ સ્થળે 10 રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાં નિર્દોષ રાહદારી GSTના ઉચ્ચ અધિકારીના ડ્રાઇવરને અકાળ મોત મળ્યું. મહત્વનું છે કે, GSTના ઉચ્ચ અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષ ગઢવી આ કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડીને માનવતાની રાહે મહિલાની મદદ માટે રસ્તામાં ઉભા રહ્યા હતા. ફાયરિંગ અને હત્યાની ઘટનામાં પોલીસે (Rajkot Police) આર્મીમેન સહિતના શખ્સોને ઘટનાસ્થળ પરથી ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કૌટુંબિક ઝઘડામાં નિર્દોષની થઈ હત્યા

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, રાજકોટ મનપામાં ફાયરમેન તરીકે ફરજ બજાવતા અર્શિલ ખોખરને તેની પત્ની સાનિયા સાથે બુધવાર માથાકૂટ થઇ હતી, ત્યારબાદ અર્શિલે સાનિયાને ઘરેથી કાઢી મૂકી. જેથી સાનિયા પિયર પહોંચી હતી. આ વાતની જાણ થતા જ અર્શિલ સાનિયાના પિયર સુધી પહોંચી ગયો હતો અને સાસરિયા સાથે ગાળાગાળી કરી અને તેના મોટાભાઇને પણ ત્યાં બોલાવી લીધો. નાનાભાઇએ માથાકૂટ થઇ હોવાની વાત કરતા મોટોભાઇ 8 MMની રાઇફલ સાથે સાનિયાના પિયર પહોંચ્યો હતો.

ઘરનો આ ઝઘડો જોતજોતામાં જાહેર રસ્તા પર આવી જતા, મૃતકે મહિલાની મદદ કરવા માટે પોતાની બાઇક ઉભી રાખી હતી.પરંતુ આરોપી આર્મીમેને સાનિયાનો કોઇ સગો સમજી સુભાષ ગઢવીની છાતી પર ગોળી ધરબી હતી અને બીજા ત્રણ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કર્યું હતું.

Next Article