મોંઘવારીના માર વચ્ચે ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણો કેટલા ભાવ વધ્યા

|

Mar 15, 2022 | 9:57 AM

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

મોંઘવારીના માર વચ્ચે ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણો કેટલા ભાવ વધ્યા
Peanut oil and cottonseed oil prices rose again amid rising inflation

Follow us on

હોળીના તહેવાર પહેલા ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોનું તેલ કાઢી રહ્યાં છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) 50થી 60 રૂપિયાનો વધારો થયા છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયુ છે.

ખાદ્ય તેલના ભાવોમાં વધારો

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. એક પછી એક વસ્તુઓના ભાવ વધતા જઇ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ખાદ્ય તેલના ભાવ સતત વધતા જઇ રહ્યા છે. મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2530થી વધીને 2580 થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ રુપિયા 60નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520થી વધીને 2580 રુપિયા થયો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

હજુ પણ ભાવ વધારાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

મહત્વનું છે કે સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

આ પણ વાંચો-

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન, કોરોના બાદ ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હતું, ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

આ પણ વાંચો-

Gandhinagar: કલોલ રોગચાળા મુદ્દે અમિત શાહની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ, રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજશે

Next Article