ગુજરાત સહિત દેશના નાગરિકોને નશાના નરકમાં ધકેલવાના નાપાક ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી (Rajkot) ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. રાજકોટમાં જામનગર રોડ પર શ્રીજી ગૌશાળા પાછળથી અવાવરુ જગ્યામાંથી અંદાજે 31 કિલો જેટલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 214 કરોડ રૂપિયા જેટલી છે. ગુજરાત ATSની તપાસમાં આ ડ્રગ્સના (Drugs) જથ્થા પાછળ પાકિસ્તાન (Pakistan) કનેક્શનનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો-Mandi : અમરેલીની સાવરકુંડલા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7655રહ્યા , જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂની જેમ અવારનવાર ડ્રગ્સો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત ATSને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે રાજકોટ ગ્રામ્યના જામનગર રોડ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ કુલ 31 કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 214 કરોડ જેટલી છે.
રાજકોટમાં ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં રાજકોટની ભાગોળેથી રૂપિયા 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આટલા મોટો ડ્રગ્સના જથ્થાની ગંધ પણ ન આવી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે અને તેને દિલ્હી પહોંચાડવાનો હતો. દિલ્હીમાં નાઇજિરિયન શખ્સને આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. આથી ATS અને નાર્કોટિક્સ વિભાગની ટીમે ડ્રગ્સનો જથ્થો મંગાવનારા નાઇજિરિયન શખ્સની દિલ્લીથી ધરપકડ કરી અને તેને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
રાજકોટની કોર્ટે આરોપીના 24 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી અનવર નામના વ્યક્તિએ મોકલ્યો હતો અને જાફરી નામના શખ્સે દરિયાકિનારેથી તેની ડિલિવરી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હવે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:53 am, Sat, 13 May 23