Gujarati Video: રાજકોટના વકીલ સંજય પંડીત સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, ઓફિસમાં કામ કરતી મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
Rajkot: રાજકોટના વકીલ સંજય પંડીત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તેમની ઓફિસમાં કામ કરતી મહિલાએ જ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદ બાદ આરોપી સંજય પંડીતને કોર્ટમાં રજૂ કર્યા હતા.
રાજકોટના વકીલ સંજય પંડીત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વકીલની ઓફિસમાં કામ કરતી મહિલાએ જ દુષ્ક્રમનો આરોપ લગાવ્યો છે. ઓફિસ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદ બાદ A ડિવિઝન પોલીસે વકીલ સંજય પંડીતની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સંજય પંડીતને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
બ્યુટીપાર્લરમાં કામ કરતી મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
આ તરફ મોરબીમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી મહિલાએ ચાર શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મોરબી સિટી -એ – ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુટીપાર્લરની બાજુમાં આવેલી ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણિતાને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ, અભી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યશ દેસાઈ અને એક અજાણ્યા ઈસમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
