દેશમાં કોરોનાના કેસ (Corona Cases) દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે લોકોમાં પણ ભયનું વાતાવરણ છે. લોકડાઉન અને કડક પ્રતિબંધોને લઈને અનેક આશંકાઓ ઉભી થઈ રહી છે. ગુજરાત વ્યાપાર (Business) માટે જાણીતું છે, ત્યારે ઉદ્યોગોમાં કોરોનાને લઈને નુક્સાનની ભીતી છે. રાજકોટમાં પણ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે પણ ટીવી 9 સાથેની વાતચીતમાં કોરોના અને ઓમીક્રોનના કેસ વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, નાના ઉદ્યોગકારોને વધુ નુક્સાન થવાની ભીતી છે.
નાના ઉદ્યોગો મૃત:પાય થશે એવો ડર
કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે, ઘણા ઉદ્યોગો બંધ રહ્યા હતા. લોકોની હાલત કફોડી બની હતી. હાલ સ્પષ્ટ જણાય રહ્યું છે કે, એમએસએમઈની નાની ઈન્ડસ્ટ્રીઓને હાલ વધારે અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના કપરા કાળમાંથી માંડ માંડ ઉગરીને બહાર આવેલા વ્યાપાર- ધંધાઓ, નાના ઉદ્યોગો મૃત:પાય બનશે. વેપાર – ધંધા ઠપ્પ થઈ જશે.
રાજકોટ એ એમએસઈનું હબ છે. હાલ રાજકોટમાં પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ સેક્ટર, કિચન ઈન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટસના સારા એવા વિકલ્પ મળી શકે એમ છે. પરંતુ ઓમીક્રોનના કેસ વધવાથી નુક્સાન થવાની ભીતી સર્જાય છે. હાલ અહી, પરીસ્થીતી સારી છે, પરંતુ જે તે દેશમાં એક્સપોર્ટ કરવાનું હોય અને ત્યા કેસ વધી ગયા હોય તો પ્રોડક્શન પામેલા માલને કારણે નુક્સાન થાય. જે સંભાવનાને ધ્યાનમાં રાખીને વ્યાપારીઓ ઓર્ડર લેવામાં પણ ચોક્સાઈ રાખી રહ્યા છે.
રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે, ઓમીક્રોનના કેસને ધ્યાનમાં રાખતા પીએમ મોદીએ બાળકોનું રસીકરણ કરવાનો જે નિર્ણય લીધો છે તે આવકારદાયક છે. આ સાથે જ લોકોને રસીકરણ કરાવવાની તેમજ માસ્ક ફરજીયાતપણે પહેરવાની અપીલ કરી હતી.
ગુજરાતમાં આજે કોરોના વિસ્ફોટ
ગુજરાતમાં 04 જાન્યુઆરીના રોજ કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા બે કેસ નોંધાયા છે. તેમજ રાજયના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7881 એ પહોંચી છે.
આ પણ વાંચો : રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ
Published On - 11:38 pm, Tue, 4 January 22