Rajkot : ભારે વરસાદના પગલે નવો બનેલો ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો, ગ્રામજનો પરેશાન

|

Jul 26, 2021 | 5:17 PM

બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટમા ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટ(Rajkot) મા ગૌરીદડ ગામનો બ્રિજ(bridge)  પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે. જો કે ત્રણ મહિના  પૂર્વે જ  આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ હવે બ્રિજ ધોવાઇ જતા 4 થી 5 કિલોમીટર રસ્તો ફરીને જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં રાજ્યમાં સર્વાધિક વરસાદ રાજકોટના લોધિકામાં નોંધાયો છે. લોધિકામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ શહેર, ધોરાજી, કોટડાસાંગાણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી જિલ્લાના નાના-મોટા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે ગોંડલ તાલુકાનો મોતીસર ડેમ ઓવરફલો થયો છે.

આ પણ વાંચો : Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર

આ પણ વાંચો :  Mehsana : બહુચરાજીના ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

Next Video