તારીખ પે તારીખ: નરેશ પટેલ હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે લેશે નિર્ણય

|

Mar 26, 2022 | 6:42 PM

નરેશ પટેલના નજીકના સુત્રએ એમ પણ કહ્યું છે કે બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. થોડા દિવસોમાં એક મોટી સભા યોજાવાની છે આ સભા બાદ તે પોતાનો નિર્ણય કરી શકે છે.

લેઉવા પાટીદાર (Patidar) સમાજને ચહેરો ગણાતા ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) ના રાજકારણ (politics) માં પ્રવેશને લઈને મોટા સમાચાર જમાા મળી રહ્યા છે. તેની નજીકના સુત્રો પાસેથી જામવા મળ્યું છે કે નરેશ પટેલ એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગે કોઈ નિર્ણય લી લેશે. અગાઉ તેમણે 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી, પણ હવે એપ્રિલ મહિનાની તારીખ નાખવામાં આવી રહી છે. તેમના નજીકના સુત્રએ એમ પણ કહ્યું છે કે બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. થોડા દિવસોમાં એક મોટી સભા યોજાવાની છે આ સભા બાદ તે પોતાનો નિર્ણય કરી શકે છે.

પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે. નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, પરંતુ હજુ સુધી તેઓ ક્યાં જોડાશે તે હજી સુધી સામે આવ્યુ નથી. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઈ તેમના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે.

શિવરાજ પટેલે એક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે મારા પિતાને રાજકારણમાં જોડાવવું જ જોઈએ. કયા પક્ષા સાથે જોડાવુ તે તેમનો અંગત નિર્ણય છે. પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. મારા પિતા 30 એપ્રિલ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પહેલો મુદ્દો હશે. તેમના નિર્ણયથી હું તેમની સાથે જ રહીશ.

આ પણ વાંચોઃ દિલ્હીના શિક્ષણ મોડલ સામે ગુજરાત ભાજપે સવાલો ઉઠાવ્યા, AAP દ્વારા જીતુ વાઘાણીને ચર્ચા કરવા ખુલ્લી ચેલેન્જ અપાઇ

આ પણ વાંચોઃ  Amreli: લાઠીના દુધાળા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં 5 કિશોર ડુબ્યા, તમામના મોત

Published On - 6:41 pm, Sat, 26 March 22

Next Video