ગુજરાતમાં મેઘાના મંડાણ : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર, હજુ બે દિવસ રહેશે વરસાદી માહોલ

|

Jun 15, 2022 | 1:40 PM

હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે.

ગુજરાતમાં મેઘાના મંડાણ : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર, હજુ બે દિવસ રહેશે વરસાદી માહોલ
Monsoon 2022

Follow us on

Monsoon 2022 : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા રાજયના ખેડૂતો(Farmer)  માટે સારા સમાચાર છે.આગામી દિવસોમાં ચોમાસું (monsoon) સમગ્ર રાજ્યમાં પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગે(IMD)  કરી છે.હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે.ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે.અને રાજયમાં 16 અને 17 જૂને સારો વરસાદ પડશે. તેમજ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને શહેરમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.

 

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

રાજ્યમાં જામતા ચોમાસા (Monsoon)વચ્ચે માછીમારોને (Fishermen) 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર (Bhavnagar ) વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

ગરમીને લઈને પણ રાહતના સમાચાર

ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા હવે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.

Published On - 8:06 am, Wed, 15 June 22

Next Article