Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

|

Mar 19, 2022 | 5:44 PM

મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડા (village) ઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ તમામ ગામવાસીઓની ફરજ છે.

Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ
રાજકોટ જિલ્લા કક્ષાનો 'સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨' નો શુભારંભ

Follow us on

રાજકોટના ગઢકા ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો હતો કાર્યક્રમ.

રાજકોટ (Rajkot)  જિલ્લા કક્ષાનો ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2022’ (Sujalam Sufalam Jal Abhiyan-2022) નો શુભારંભ કાર્યક્રમ ગઢકા ગામે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી (Arvind Raiyani) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની ઉપસ્થિતિમાં તળાવ ઉંડા કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડા (village) ઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ તમામ ગામવાસીઓની ફરજ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ખેડૂતોની સતત ચિંતા કરે છે અને તેમની આવક બમણી કરવાના સ્ત્રોતો સતત વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામમાં 75 જેટલા અલગ-અલગ વૃક્ષો વાવી ને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ. ખભે ખભો મિલાવીને જળસંચયનું કામ કરીશું તો કશું જ અશક્ય નથી.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંગે કહ્યું હતું કે, અશક્યને શક્ય કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ ખેડૂતોને સમૃદ્ધ કરતી સુજલામ સુફલામ યોજના એ જળ સમૃદ્ધિ, જન સમૃદ્ધિ અને જનસુખાકારીનો સુભગ સમન્વય છે. આપણા દેશના ખેડૂતો જળ સંચયનો ઉપયોગ કરીને સમગ્ર દુનિયાની ભૂખ ભાંગી શકવા સક્ષમ છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે કહ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં સંગ્રહિત થાય. ટુંક સમયમાં જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા “મારૂ ગામ, પાણીવાળું ગામ” યોજનાનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે પાણીનો સંગ્રહ કરીને તેનો સદુપયોગ કરવા શ્રી બોદરે અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં જૂન સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી-કલેક્ટર.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સુજલામ્ સુફલામ્-2022 અંતર્ગત થનારા કાર્યક્રમની રુપરેખા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ માસ સુધી સિંચાઈના પાણીની પુરતી વ્યવસ્થા છે, તેમજ મે-જુન માસ સુધી પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા છે. રાજકોટ જિલ્લાના છ તાલુકામાં મોટા તળાવો ઉંડા કરવામાં આવશે તેમજ ચેકડેમોની ઉંડાઈ વધારીને તેનુ રીપેરીંગ કામ પણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં રૂ. 546.41 લાખના ખર્ચે કુલ 320 કામો કરવામાં આવશે

આ પ્રસંગે ‘‘સુજલામ સુફલામ યોજના’’ અંગેની ડોક્યુમેન્ટ્રી ફીલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં રૂ. 546.41 લાખના ખર્ચે કુલ 320 કામો કરવામાં આવશે. આ પ્રસંગે સરપંચ કિર્તીબેન બથવાર, અગ્રણી મનસુખભાઈ રામાણી, રીજીયોનલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર એચ.સી.ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર.ધાધલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ AMC દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હોવાની ભાજપના કાઉન્સિલરે જ ફરિયાદ કરી

આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

Published On - 5:36 pm, Sat, 19 March 22

Next Article