રાજકોટમાં (Rajkot) ગ્રામ્ય બાદ હવે શહેરી વિસ્તારના પશુઓમાં(cattle) લમ્પી વાયરસે(Lumpy virus) પગપેસારો કરતા પશુપાલકો ચિંતિત થયા છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારના પાંચ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે.પશુપાલન વિભાગના તબીબોએ વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત કરી છે.માલધારી સમાજના અગ્રણીઓની રજૂઆત બાદ લક્ષ્મીવાડી વિસ્તારમાં પશુઓને લમ્પી વાયરસની વેક્સિન આપી હતી.તમને જણાવી દઈએ કે, વેક્સિન આપવાની કામગીરી સમયે માલધારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, છેલ્લા એક માસથી જામનગર (Jamnagar Latest News) તથા આસપાસના વિસ્તારોમાં લમ્પી વાયરસના (Lumpy Virus case ) કેસ પશુઓમાં વધ્યા છે. પશુઓમાં ખુબ ઝડપથી ફેલાતો લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને વાયરસની અસર થઈ છે. તો અનેક પશુઓના મોત થયા છે. જામનગર, ધ્રોલ, કાલાવડ સહીતના તાલુકામાં કેસ નોંધાયા છે. ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ રસીકરણ સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના(Saurashtra) અનેક વિસ્તારમાં લમ્પી વાયરસ પશુઓમાં ફેલાતા હાલ પશુપાલકો પર ચિંતાના વાદળો ધેરાયા છે.
રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, પોરબંદર તથા આસપાના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. લમ્પી વાયરસના કેસ વધતા તંત્ર દોડધામ શરૂ કરી છે. પશુઓમાં રસીકરણની(Vaccination) કામગીરી વધારવામાં આવી છે.