ભાજપ ધારાસભ્ય ગોવિંદ પટેલનો લેટર બોમ્બ, પોલીસ કમિશનર પર ગંભીર આરોપ, જાણો શું લખ્યું છે પત્રમાં

|

Feb 05, 2022 | 3:14 PM

ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર પર તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.

રાજકોટના (RAJKOT) ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA Govind Patel) રાજકોટ પોલીસ કમિશનર (Commissioner of Police) પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને પણ રજુઆત કરી છે. ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું લખ્યુ છે પત્રમાં ?

શ્રી હર્ષભાઇ, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીના કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે. તેઓ કોઇ મવાલી ગુંડા લોકો જે રીતે કોઇની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે. જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે. પરંતુ, એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઇ સખીયાએ કરેલ છે. તેમની સાથે 8 મહિના પહેલા આશરે 15 કરોડનું ચીટીંગ થયેલ જે અંગે FIR નહીં કરીને મહેશભાઇ પાસેથી ઉઘરાણીના જે રૂપિયા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગેલ અને તે પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસુલાત કરેલી જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના પીઆઇ મારફતે વસુલે કરેલા અને બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પીઆઇ ફોનથી કરી રહ્યા હતા જે રકમ આવેલ નથી. ત્યારબાદ આપને ફરિયાદ થતા એફઆઇઆર દાખલ કરી 2 આરોપીને પકડયા હતા. એક આરોપી હજુ ફરાર છે જેણે આ જ નાણાથી એક ફલેટ પણ લીધો છે. આમ પોલીસ કમિશનર આવા ડુબેલા નાણાની ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલ ફરિયાદ પછી અને એફઆઇઆર ફાડયા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઇ પણ આવતી નથી તેમજ તેમને લીધેલ 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલા ભરો તેવી વિનંતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગોવિંદ પટેલ, ધારાસભ્ય

આમ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર પર તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ભાજપના આગેવાન માવજી દેસાઈનો વીડિયો વાયરલ, જાહેરમાં કહ્યુ, પાર્ટી જ આપણને હરાવે છે

આ પણ વાંચો : Gandhinagar : વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Published On - 3:13 pm, Sat, 5 February 22

Next Article