Rajkot : સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરાયો

|

Jul 28, 2021 | 8:19 PM

રાજકોટમાં સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ લીધો નિર્ણય લીધો છે.,

રાજકોટ(Rajkot) માં સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી(Janmashtmi ) નો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ લીધો નિર્ણય ઘેલા સોમનાથ, ઇશ્વરીયા, ઓસમ ડુંગર સહિતના સ્થળે પણ નહીં લોકમેળા નહિ યોજાય. આ અંગે રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુએ સત્તાવાર જાહેરાત કરી હતી,કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે એક તરફ જ્યાં રાજ્ય સરકાર સતર્ક બની છે, ત્યાં બીજી તરફ જિલ્લા સ્તરે પણ તંત્ર એલર્ટ મોડમાં છે.

જન્માષ્ટમી પર્વ પર રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાતો લોકમેળો આખરે રદ્દ કરી દેવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા સતત બીજા વર્ષે આ લોકમેળો નહિ યોજાય..રાજકોટના લોકમેળાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં ખાનગી મેળાઓ પણ નહિ યોજાય એટલું જ નહિ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે ઇશ્વરિયા,ઘેલા સોમનાથ અને ઓસમ ડુંગરનો મેળો પણ નહિ યોજાય..જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને દેશમાં ત્રીજી લહેરની આશંકા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાથી સંક્રમણનો ડર રહે છે જેથી આ લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે..

મુખ્યમંત્રીએ મેળો નહિ યોજવા અંગે આપ્યા હતા સંકેત
થોડા દિવસ પહેલા જુનાગઢ ખાતેની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં લોકમેળો નહિ યોજાય તેવા સંકેતો આપ્યા હતા જો કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી ત્યારે આજે જિલ્લા કલેક્ટરે આ અંગે સત્તાવાર જાહેરાત કરીને જન્માષ્ટમી પર્વ સૌ કોઇએ પોતાના ઘરે રહીને ઉજવવાની અપીલ કરી છે..રાજકોટની સાથે સાથે જામનગર અને પોરબંદરના વહીવટી તંત્ર દ્રારા પણ લોકમેળા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખથી વધુ લોકો મેળાની મોજ માણે છે

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળામાં દર વર્ષે 10 લાખ લોકો એકઠા થતા હોય છે.જન્માષ્ટમીના બે દિવસ પહેલાથી મેળાની શરૂઆત થાય છે અને જન્માષ્ટમીના બે દિવસ બાદ આ મેળો ચાલે છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકમેળાની મોજ માણવા માટે આવે છે.લોકમેળાની વ્યવસ્થા માટે વહીવટી તંત્ર,પીજીવીસીએલ,આરોગ્ય વિભાગ અને પોલીસ સતત પાંચ દિવસ સુધી ખડેપગે રહીને પોતાની ફરજ નિભાવતા હોય છે.

દોઢ થી બે લાખ લોકોની રોજી રોટીને પણ થશે અસર

સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં અનેક સ્થળોએ મેળાનું આયોજન થાય છે,એક અંદાજ પ્રમાણે 100 જેટલા મેળા યોજાય છે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દોઢ થી બે લાખ લોકોને રોજીરોટી મળતી હોય છે..અલગ અલગ રાઇડ્સ અને સર્કસના કલાકારો અન્ય રાજ્યોમાંથી રોજી રોટી કમાવવા આવતા હોય છે જ્યારે રમકડાં સહિતની ચીજવસ્તુ વેચવા માટે પણ બહારના રાજ્યોમાંથી લોકો આવતા હોય છે.જો કે કોરોનાના કપરા કાળમાં મેળાઓ બંધ રહેતા તેની રોજી રોટીને પણ અસર થશે..

આ પણ વાંચો : 1 ઓગસ્ટથી થશે પગાર,એટીએમ ઉપાડ અને ઇએમઆઇ પેમેન્ટના નિયમોમાં બદલાવ, જાણો તમારી પર શું થશે અસર

આ પણ વાંચો : Tokyo Olympics: મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થયા બાદથી નિવેદનો કરનાર બંદૂક કંપનીને ફટકારાઇ નોટીસ

Published On - 4:29 pm, Wed, 28 July 21

Next Video