1 ઓગસ્ટથી થશે પગાર,એટીએમ ઉપાડ અને ઇએમઆઇ પેમેન્ટના નિયમોમાં બદલાવ, જાણો તમારી પર શું થશે અસર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાં સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે.આ નિયમો બદલાયા પછી એક તરફ ATMમાંથી રોકડનો ઉપાડ મોંધો થશે . જ્યારે  બીજી તરફ RBIએ સામાન્ય લોકોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું છે

1 ઓગસ્ટથી થશે પગાર,એટીએમ ઉપાડ અને ઇએમઆઇ પેમેન્ટના નિયમોમાં બદલાવ, જાણો તમારી પર શું થશે અસર
Changes in salary payment ATM and EMI payment rules from August 1 (Fike phioto)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 2:47 PM

1 ઓગસ્ટ 2021થી હવે બેન્કિંગ અને નાણાકીય વ્યવહારને લગતા કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાં સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે.આ નિયમો બદલાયા પછી એક તરફ ATMમાંથી રોકડનો ઉપાડ મોંધો થશે . જ્યારે  બીજી તરફ RBIએ સામાન્ય લોકોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું છે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યા છે.

આ સાથે હવે તમને રજાના દિવસે પણ તમારા પગાર અથવા પેન્શન તમારા ખાતામાં મળશે. આવો આપણે જાણીએ કે 1 ઓગસ્ટથી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

પગાર અને ઇએમઆઇ ચુકવણી સંબધી ફેરફાર

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમારે હવે પગાર, પેન્શન અને ઇએમઆઇ ચુકવણી જેવા મહત્વપૂર્ણ વ્યવહારો માટે કામકાજના દિવસોની રાહ જોવી પડશે નહીં. આરબીઆઈએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ના નિયમોમાં ફેરફાર કર્યા છે. NACH એ NPCI દ્વારા સંચાલિત બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવી વિવિધ પ્રકારની ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડે છે. હાલમાં NACH સેવાઓ ફક્ત એવા દિવસો પર ઉપલબ્ધ છે જ્યારે બેંકો કામ કરે છે પરંતુ 1 લી ઓગસ્ટથી આ સુવિધા અઠવાડિયાના બધા દિવસે ઉપલબ્ધ રહેશે.

ATM માંથી કેશ ઉપાડ મોંઘુ થશે 

RBIના નવા નિયમો હેઠળ હવે બેંક ગ્રાહકો તેમની બેંકના ATMથી દર મહિને 5 ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધાનો લાભ લઈ શકે છે. આ પછી તેઓએ ઉપાડ પર ચાર્જ ચૂકવવો પડશે. RBIએ આર્થિક વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન દીઠ ઇન્ટરચેંજ ફી 15 થી વધારીને 17 રૂપિયા કરી અને તમામ કેન્દ્રો પર નાણાંકીય વ્યવહાર માટે ફી રૂ.5 થી વધારીને 6 કરી દીધી છે. બેંકના ગ્રાહકને દરેક એટીએમ કેશ ઉપાડ માટે છૂટ હશે પણ આ ઉપરાંતના વ્યવહારો માટે 21 રૂપિયા ચૂકવવા પડશે. હાલ આ ફી 20 રૂપિયા છે. આ નિયમ આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.

આઈપીપીબી(IPBB)દ્વારા ડોર સ્ટેપ ચાર્જ વસુલાશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPBB)એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે જે ગ્રાહક તેમની ડોર સ્ટેપ સેવાઓનો ઉપયોગ કરે છે તેણે હવે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. આઈપીપીબીએ કહ્યું છે કે તે ડોર સ્ટેપ સેવા માટેની દરેક વખતે માટે ₹ 20 અને જીએસટી લેવાનું શરૂ કરશે. આ 1 ઓગસ્ટથી લાગુ થશે. હાલમાં, આઈપીપીબી દ્વારા આપવામાં આવતી ડોરસ્ટેપ બેંકિંગ સેવા પણ કોઈ ચાર્જ લાગતો નથી.

તેમ છતાં જ્યારે આઈપીપીબીના કર્મચારીઓ ગ્રાહકના ઘરે સેવા માટે જાય છે ત્યારે ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. ઇન્ડિયન પોસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર ‘નો ચાર્જ’ કલેમ ફક્ત એક જ ગ્રાહકની અનેક વખતની સેવાઓ પર લાગુ થશે.પરંતુ એવા લોકો છે કે જેઓ કોઇક જ વાર આઈપીપીબીની ડોરસ્ટેપ સેવાનો ઉપયોગ કરવા માંગતા હશે તો તે અલગ ડીએસબી ડિલિવરી તરીકે ગણવામાં આવશે અને તે ચાર્જપાત્ર રહેશે.

ICICI બેંકમાંથી મહિને ચાર વાર જ  પૈસા ઉપાડી શકાશે  

હવેથી  આઈસીઆઈસીઆઈ બેંક સાથે દર મહિને ચાર ટ્રાંઝેક્શન કરી શકો છો એટલે કે, તમે મહિનામાં ચાર વાર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કોઈ ચાર કરતા વધારે વખત પૈસા ઉપાડશો  તો  વન-ટાઇમ ટ્રાન્ઝેક્શન મુજબ 150 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે બેંકમાંથી પૈસા ઉપાડવા પર દરેક વ્યવહાર પર 150 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકે દર મહિને 1 લાખ રૂપિયા સુધીના ટ્રાંઝેક્શન નક્કી કર્યા છે. આ પછી તેઓએ પૈસા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો :  Tokyo Olympics 2020: વિરોધી ખેલાડીને આપી જોરદાર ટક્કર, પરંતુ તીરંદાજ તરુણદીપને ન મળી જીત

આ પણ વાંચો :  Bhakti : મંદિરમાં જવાના તો છે અનેક ફાયદા, કોઈ ભાગ્યે જ હશે તેનાથી માહિતગાર !

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">