રાજકોટમાં ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા 1 લાખથી વધુ મુસાફરો ઝડપાયા, આટલા કરોડ રૂપિયાનો વસુલાયો દંડ

|

Apr 05, 2023 | 9:31 AM

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં મોટી સંખ્યામાં લોકોને વિના ટિકિટે ઝડપી પાડ્યા છે. કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2022-23માં ટિકિટ વિના મુસાફરી કરતા કુલ 1 લાખ 56 હજાર કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષે નોંધાયેલા 1 લાખ 15 હજાર કેસ કરતા 35 ટકા વધુ છે.

રાજકોટમાં ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા 1 લાખથી વધુ મુસાફરો ઝડપાયા, આટલા કરોડ રૂપિયાનો વસુલાયો દંડ
Rajkot Railway Station

Follow us on

રેલવે સુવિધા એ આપણાં ભારત દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ટ્રાન્સપોર્ટેશન છે. દેશ ભારમાંથી દરરોજ હજારો ટ્રેનો દોડે છે અને કરોડો લોકો દરરોજ આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. એક આકડા મુજબ ભારતમાં દરરોજ 2 કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ આંકડો વિશ્વના કેટલાય દેશોની વસ્તી કરતા પણ વધારે હશે. જેથી ભારતમાં ટ્રેન એ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી લોકપ્રિય માધ્યમ માનવામાં આવે છે.

અન્ય મુસાફરી કરતા સસ્તું સાધન

ટ્રેન મુસાફરી અન્ય મુસાફરી કરતા ઘણી સસ્તી પડે છે. એટલે જ મોટા ભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે.પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને આ સસ્તી મુસાફરી પણ મોંઘી લાગી રહી હોય છે. અને ટિકિટ વગર જ તેઓ ટ્રેનમા બિન્દાસ્ત મુસાફરી કરતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં મોટી સંખ્યામાં લોકોને વિના ટિકિટે ઝડપી પાડ્યા છે. કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગતવર્ષની સરખામણીએ ટિકિટ ચેકીંગની આવકમાં 72.25%નો વધારો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો સામે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેના પરિણામ રૂપે રાજકોટ રેલવે ડિવિઝનને એક જ વર્ષમાં ટિકીટ ચેકીંગ દ્વારા રૂપિયા 12.26 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ પ્રાપ્ત થયેલા 7 કરોડ કરતાં 72% વધુ છે. 2022-23માં ટિકિટ વિના મુસાફરી કરતા કુલ 1 લાખ 56 હજાર કેસ નોંધાયા હતા.જે ગયા વર્ષે નોંધાયેલા 1 લાખ 15 હજાર કેસ કરતા 35 ટકા વધુ છે. ટિકિટ વિનાની મુસાફરી કરતા 1 લાખ 39 હજાર 784 કેસમાંથી 11.42 કરોડ, ઉચ્ચ વર્ગના મુસાફરી કરતા 15 હજાર 700 લોકો પાસેથી 82 લાખ 84 હજાર રેલવેને પ્રાપ્ત થયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે ટ્રેક પર રેલવેના પૈડા કેમ નથી થતા સ્લીપ ? જાણો કારણ

લોકલ ડબ્બામાં નથી થતું રેગ્યુલર ટીકીટ ચેકીંગ

ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.બીજી તરફ રિઝર્વેશન કોચમાં લોકો પહેલેથી જ ટીકીટ બુક કરીને મુસાફરી કરે છે. મહત્વનું છે કે, રિઝર્વેશન કોચમાં તો ટિકિટ ચેકર નિયમિત ચેકીંગ કરતા હોય છે પરંતુ લોકલ કોચમાં નિયમીત ટિકિટ ચેકીંગ નહી થતું હોવાની પણ માહિતી મળી છે. તેનું એક કારણ ટિકિટ ચેકીંગ કરનારની ઓછી સંખ્યા પણ હોઈ શકે છે.

ટિકિટ વગરના લોકો ચેકરને આપે છે ચકમો

લોકલ ડબ્બાઓમાં નિયમિત ચેકીંગ ન આવતું હોવાથી મોટી સંખ્યામાં લોકો વિના ટિકિટ જ મુસાફરી કરી લેતા હોય છે. જે તે રેલવે સ્ટેશન પર બહાર નીકળવાના રસ્તે ટિકિટ ચેકર હોય છે, પરંતુ આ ટિકિટ વગરના લોકો અન્ય કોઈ રસ્તાઓ પરથી કોઈ પણ જુગાડ કરીને આ ટિકિટ ચેકરને ચકમો આપીને નીકળી જતા હોય છે તો કેટલાક લોકો ઝડપાઈ જતા હોય છે. જે ચોપડે નોંધાય છે.

 

Next Article