લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. લોકો પોતાનો વૈભવ દર્શાવવા લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. આધુનિક જમાનામાં લોકો હેલિકોપ્ટર અને મોંધીદાટ કારમાં વરવધુની જાન જોડતા હોય છે, ત્યારે આજે પણ કેટલાય એવા પરિવાર છે જે લગ્નપ્રસંગમાં પ્રાચીન સંસ્કૃતિને અનુસરે છે. રાજકોટ (Rajkot) જિલ્લાના પડધરી તાલુકામાં એક આવો જ પરિવાર છે. આ પરિવારે ખજુરડી ગામમાં (Khajurdi village)માં શણગારેલા પરંપરાગત ગાડા (Cart)માં જાન જોડી હતી. વરવધુના આ અનોખા લગ્ન ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પહેલાના સમયમાં જ્યારે કોઈ આધુનિક વાહનો નહોતા, ત્યારે ગાડામાં વરરાજાની જાન જોડાતી હતી. લોકો જાહોજલાલી કરવાના બદલે સંસ્કૃતિ અને પરંપરાને અનુસરીને લગ્ન કરતા હતા ખજુરડી ગામમાં આવી જ પરંપરા જોવા મળી. વરરાજા દેવરાજ મુંગલપરા અને પૂજાના લગ્ન ખજુરડી ગામમાં થયા. વરરાજા દેવરાજના મિત્ર વિશાલ ભંડેરીએ કહ્યું હતું કે પ્રાચીન સંસ્કૃતિની જાળવણી થાય તે રીતે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા. મુંગલપરા પરિવાર દ્વારા લગ્નની ગાડી નહીં પણ ગાડાને શણગારવામાં આવ્યું હતું. હાલમાં લોકો હેલિકોપ્ટર અને મોંઘીદાટ કારમાં ખોટા ખર્ચા કરે છે, ત્યારે ગામડાંની સંસ્કૃતિ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેવરાજ અને પૂજાના લગ્ન જામનગરમાં સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જો કે કોરોનાને કારણે આ લગ્ન રદ થતા ખજુરડી ગામની સમાજની વાડીમાં જ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લગ્નમાં આમંત્રિત વ્યક્તિઓએ પણ આ ગાડામાં જોડાયેલી જાનની પરંપરાનો આનંદ માણ્યો હતો.
રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર મેહુલ બોરિચાના પુત્ર જય બોરિચાએ પ્રિ વેડિંગ શૂટ ગામડામાં કરાવ્યુ હતું. તેમણે પણ પહેલા વૈભવશાળી લગ્નની જ વિચારણા કરી હતી. પરંતુ પાછળથી અહેસાસ થતા અંતે તેમણે ગાડામાંં લગ્નની જાન જોડી હતી. હવે ગાડામાં જાન નીકળતા લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા.
આ પણ વાંચો- surat : દુનિયામાં નામ કમાનારો ડાયમંડ બુર્સ ભલે બની ગયો પણ સામે દેખાતા કચરાને હટાવવા કોર્પોરેશન પાસે હજી કોઈ વિકલ્પ નહિ