
મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાની ચુસકી સાથે થાય છે. એમાં પણ ગુજરાતીઓ તો ચાના દિવાના છે. દિવસની શરૂઆત હોય કે પછી રાતનો સમય લોકોને ચા પીવી ગમે છે. ચા દુનિયાનું લોકપ્રિય પીણું ગણાય છે અને દુનિયાના મોટાભાગના દેશોમાં ચા પ્રચલિત છે. ચા જાણે કે આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેથી આપણને દરેક ઘરમાં ચાના રસીયા લોકો મળી જાય છે. ત્યારે આજે આ લેખમાં ખેતલાઆપા ટી સ્ટોલ કે જે એક નાની કીટલીથી આજે રાજ્યભરમાં એક બ્રાન્ડ બનીને કેવી રીતે ઉભરી આવી તેના વિશે જાણીશું. ખેતલાઆપા ટી સ્ટોલ કે જે આજે તમને નાના-મોટા દરેક શહેરોમાં કે પછી નેશનલ હાઈવે પરથી પસાર થતા હોવ તો અચુક જોવા મળે છે. પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં મળતી ખેતલાઆપા ચા આજે તમને મોટાભાગના શહેરોમાં મળી જાય છે. ત્યારે ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ ખેતલાઆપાની શરૂઆત કેવી રીતે થઈ ? ક્યાંથી વિચાર આવ્યો અને ખેતલાઆપા નામ કેવી રીતે પડ્યું તેના વિશે માહિતી આપીશું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ‘ચા વાળો’ શબ્દ...