Rajkot માં સતત બીજા દિવસે ભારે વરસાદ, આઝાદ ચોકમાં પાણી ભરાતા લોકો પરેશાન

|

Jul 25, 2021 | 6:19 PM

રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે . જેના લીધે રાજકોટના આઝાદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે રાજકોટ(Rajkot) માં સતત બીજા દિવસે જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ(Rain)  પડ્યો છે . જેના લીધે રાજકોટના આઝાદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસા આ વિસ્તારના પાણી ભરાઈ છે. હાલ જામનગર રોડ, 150 ફૂટ રિંગરોડ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે . જ્યારે રૈયા રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. તેમજ સતત બીજા દિવસે વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

આ પણ વાંચો : Mann Ki Baat: PM Modiની મન કી બાતનો 79મો એપિસોડ, નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે, ટોક્યોમાં તિરંગો જોઈને દેશમાં રોમાંચ

Next Video