Mann Ki Baat: PM Modiની મન કી બાતનો 79મો એપિસોડ, નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે, ટોક્યોમાં તિરંગો જોઈને દેશમાં રોમાંચ

વડા પ્રધાન મોદી દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ મહામારી અને ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનાર ભારતીય ટીમ ઉપર મન કી બાત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કરી શકે છે.

Mann Ki Baat: PM Modiની મન કી બાતનો 79મો એપિસોડ, નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે, ટોક્યોમાં તિરંગો જોઈને દેશમાં રોમાંચ
PM Modi - Mann Ki Baat

Mann Ki Baat: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતનાં 79માં એપિસોડમાં વાત કરતા કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા તેમણે ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત જોડો આંદોલન ચલાવવાની જરૂર છે. તેમણે યુવાનો પર વાત કરતા જણાવ્યું કે યુવાનો મનની વાતને દિશા આપી રહ્યા છે.

 

ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા એથ્લેટ્સે દેશનું નામ ઉંચુ કર્યુ હોવાનું તેમણે જણાવ્યું અને કહ્યું કે ટોક્યોમાં તિરંગો જોઈને દેશે રોમાંચ અનુભવ્યો છે. આ ખેલાડીઓએ તેમના સ્થાન પર પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે અને નાગરિકોને સલાહ આપી કે જાણે કે અજાણતાં ખેલાડીઓ પર દબાણ ન મૂકે. તેમનો ઉત્સાહ વધારે.

 

રાજકોટમાં ફ્રેંચ ટેકનોલોજીથી લાઈટ હાઉસ બનાવવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે રાજકોટમાં લાઈટ હાઉસ ફ્રેંચ ટેકનાલોજીથી બનાવવામાં આવી રહ્યું છે. તેમાં ટનલનાં માધ્યમથી મોનોલિથિક ટનલનાં માધ્યમથી કોક્રિંટ કન્સ્ટ્ર્ક્શન ટેકોનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીથી બનેલા ઘર મુશ્કેલીઓ સામે રક્ષણ કરનારૂ બની રહેશે.

 

 

7 ઓગસ્ટે રાષ્ટ્રીય હસ્તકળા દિવસની સાથે એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે

વડાપ્રધાને જણાવ્યું કે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હસ્તકળા દિવસની સાથે એક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ જ દિવસે 1905માં સ્વેદશી આંદોલનની શરૂઆત થઈ હતી. આપમા દેશમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં હસ્તકળાએ કમાવા માટેનું મોટુ સાધન છે. આ ક્ષેત્રથી લાખો મહિલા અને કળાકારો જોડાયેલા રહે છે.

 

15 ઓગસ્ટે વધારેમાં વધારે ભારતવાસી મળીને રાષ્ટ્રગીત ગાવાનું રાખે

વડાપ્રધાને મન કી બાતમાં જણાવ્યું કે આ વખતે 15 ઓગસ્ટે દેશ આઝાદીનાં 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ આપણું મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે સદી સુધી રહા જોઈ તેને 75 વર્ષ પુરા થઈ રહ્યા હોવાનાં આપણ સાક્ષી બની રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ વખતે 15 ઓગસ્ટે એક અલગ પ્રયાસ થવા જઈ રહ્યો છે. સાંસ્કૃતિક વિભાગની કોશિશ છે કે તે દિવસે વધારેમાં વધારે ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાવાનું રાખે.

 

‘મન કી બાત’ થી રેડિયોની લોકપ્રિયતા વધી

સરકારે કહ્યું હતું કે મન કી બાતે 2014 માં સ્થાપના પછીથી 30.80 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે 2017-18 બાદથી રૂ. 10.64 કરોડથી વધારે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે 19 જુલાઇએ રાજ્યસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રસાર ભારતીએ અત્યાર સુધીમાં તેના ‘ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન નેટવર્ક’ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘મન કી બાત’ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કર્યા છે.

ઠાકુરે જણાવ્યું હતું કે બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના ડેટા મુજબ, 2018 થી 2020 દરમિયાન રેડિયો કાર્યક્રમોના કુલ દર્શકોની સંખ્યા આશરે 6 કરોડથી 14.35 કરોડ જેટલી હોવાનો અંદાજ છે.

વર્ષ 2014 થી આજ સુધી આ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત થયા છે. ‘મન કી બાત’માં પીએમ મોદી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલે છે અને કેટલાક પસંદ કરેલા લોકો સાથે વાત કરે છે.

 

આ પણ વાંચો: SURAT : 4 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ, નાની વયે મ્યુકોરમાઇકોસિસ થયાનો સુરતનો પ્રથમ કેસ

આ પણ વાંચો: Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati