રાજકોટના ઉપલેટામાં સાયકલમાં માથું ફસાતા આખલાએ ધમાલ મચાવી, જુઓ વિડીયો

રાજકોટના ઉપલેટામાં સાયકલમાં માથું ફસાતા આખલાએ ધમાલ મચાવી, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:04 PM

ઉપલેટામાં આખલાએ ભારે કરી સાયકલ વચ્ચે માથું ફસાતા કલાકો સુધી આખલાની સાથે લોકોએ પણ હેરાન થવું પડ્યું. તેમજ સાયકલમાંથી માથું બહાર કાઢવા પહેલા તો આખલાએ ખૂબ ધમપછાડા કર્યા

રાજકોટના(Rajkot)ઉપલેટામાં(Upleta)રસ્તા વચ્ચે આખલાએ(Bull) ધમાલ મચાવી હતી. આ ઘટના હાટડી ચોક વિસ્તારની છે. જ્યાં સાયકલ(Bicycle) વચ્ચે માથું ફસાઈ જતાં આખલાએ આખો વિસ્તાર માથે લીધો. જેમાં રસ્તા પર આખલાની દોડાદોડી, તોડફોડ અને બે આખલાઓનું યુદ્ધ તો તમે જોયું હશે.

જેમાં મોડી રાત્રે ઉપલેટામાં આખલાએ ભારે કરી સાયકલ વચ્ચે માથું ફસાતા કલાકો સુધી આખલાની સાથે લોકોએ પણ હેરાન થવું પડ્યું. તેમજ સાયકલમાંથી માથું બહાર કાઢવા પહેલા તો આખલાએ ખૂબ ધમપછાડા કર્યા. પણ સૌને ધૂળ ચટાવતા આખલો પોતાનું માથું સાયકલમાંથી બહાર ન કાઢી શક્યો.

જેની બાદ લોકોએ પણ આખલાના શીંગડાં પકડીને સાયકલમાંથી માથું બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા.ભારે જહેમત બાદ લોકોને તેમાં સફળતા મળી.સ્થાનિકોનું કહેવું છે કે ઉપલેટા પાલિકા દ્વારા રસ્તે રખડતા આખલા પકડવાની કોઈ જ કામગીરી નથી થતી. જેના કારણે અવાર-નવાર રસ્તા પર આખલાઓની ધમાચકડી જોવા મળતી હોય છે..

આ પણ વાંચો : વડોદરાના ઉંડેરાત ગામના તળાવમાં હજારો માછલીઓના મોત, તપાસની માંગ

આ પણ વાંચો : તહેવારોમાં પૈસાની જરૂર છે પરંતુ ખાતામાં ઝીરો બેલેન્સ છે! તો પણ બેંકમાંથી ઉપાડી શકશો પૈસા, જાણો કેવી રીતે?

Follow Us
Loading...
Unable to load recommendations.