Gujarati Video: જે.એમ.બિશ્નોઇ આપઘાત મામલે તપાસમાં મળી એક ડાયરી, લાંચની રકમનો હિસાબ આવ્યો સામે

Rajkot: રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ બિશ્નોઈ આપઘાત કેસમાં પોલીસને તપાસ દરમિયાન એક ડાયરી મળી છે. આ ડાયરીમાં લાંચની રકમનો હિસાબ લખેલો છે. જેમા દર મહિને કોને કેટલો હિસ્સો પહોંચાડવામાં આવ્યો તેન આંકડા સામે આવ્યા છે.

Gujarati Video: જે.એમ.બિશ્નોઇ આપઘાત મામલે તપાસમાં મળી એક ડાયરી, લાંચની રકમનો હિસાબ આવ્યો સામે
| Edited By: | Updated on: Mar 27, 2023 | 11:26 AM

રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ બિશ્નોઈના આપઘાત કેસમાં રોજ નવા ખૂલાસા થઈ રહ્યા છે. જે.એમ બિશ્નોઈને ત્યાં તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં લાંચની રકમનો હિસાબ મળી આવ્યો છે. જેમા ક્યાંથી કેટલી લાંચ મળી અને લાંચની રકમ ક્યા ક્યા અધિકારીઓને પહોંચાડવામાં આવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દર મહિને કોને કેટલો હિસ્સો પહોંચાડવામાં આવતો તેનો પણ ડાયરીમાં ઉલ્લેખ હોવાનુ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

જે. એમ બિશ્નોઈ આપઘાત કેસમાં હવે તપાસનો રેલો ફોરેન ટ્રેડના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. જો કે તપાસ દરમિયાન જે.એમ. બિશ્નોઈ મોટી રકમની લાંચ લેતા હોવાનુ સામે આવ્યુ છે. CBIને બિશ્નોઈ લાંચ લેતા હોવાની અનેક ફરિયાદ મળી હતી.

બે દિવસ બાદ પરિવારે આખરે સ્વીકાર્યો મૃતદેહ

ક્લાસ વન અધિકારીની લાંચ અને આત્મહત્યા કેસમાં 36 કલાકથી પણ વધુ સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. જે.એમ.બિશ્નોઇના પરિવારની મેજિસ્ટ્રેટ તપાસની માગ સ્વીકારી લેવાતા 36 કલાક બાદ જે.એમ. બિશ્નોઇના પરિવારે મૃતદેહને સ્વીકારી લીધો છે. સમગ્ર કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. આ સાથે જે.એમ.બિશ્નોઇનું પોસ્ટમોર્ટમ SDMની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે કરાવાયું છે અને આ કેસમાં CBIના અધિકારીઓના નિવેદન પણ લેવાશે.

બિશ્નોઈના પત્નીએ જેમના ફ્લેટની ગેલેરીમાં પોટલું ફેક્યું હતુ તેના CCTV સામે આવ્યા

આ કેસમાં CBIની ટીમને જે.એમ.બિશ્નોઇના ઘરેથી રૂ.50 લાખ અને ચાંદીના સિક્કા ભરેલું પોટલું મળ્યું છે. જ્યારે જે.એમ.બિશ્નોઇની ઓફિસમાં રેડની જાણ થતાં તેમની પત્ની અને પુત્રએ 50 લાખ રોકડ અને ચાંદીના સિક્કા ભરેલુ પોટલું સામેના ફ્લેટમાં ફેંકી દીધુ હોવાની સુત્ર તરફથી માહિતી મળી છે. ત્યારે જે.એમ.બિશ્નોઈના પત્નીએ જેમના ફ્લેટની ગેલેરીમાં પોટલું ફેક્યું હતુ તેનો વીડિયો સામે આવ્યો છે.

પોટલું ફેંક્યા બાદ તેમના પત્ની ગેલેરીમાં ચૂંદડી પડી ગઈ હોવાના બહાને પોટલું લેવા ગયા હતા પરંતુ સમગ્ર મામલે શંકા જતા પાડોશીએ CBIને જાણ કરી હતી. CBIએ ફ્લેટ પર પહોંચીને 50 લાખ ભરેલું પોટલું રિકવર કર્યું છે. આમ CBIએ આ કેસમાં કુલ 1 કરોડ રોકડ અને 900 ગ્રામ ચાંદી રિકવર કરી છે.

આ પણ વાંચો: Rajkot: જે.એમ.બિશ્નોઈ આત્મહત્યા કેસ: પરિવારજનોના CBI ઉપર આક્ષેપ,CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Published On - 9:56 am, Mon, 27 March 23

Follow Us
Loading...
Unable to load recommendations.