Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો

|

May 21, 2023 | 11:46 PM

Rajkot: રાજકોટમાં વધુ એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેનાથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની જાણીતી SNK સ્કૂલ દ્વારા સીધો 27 ટકાનો ફી વધારો કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો

Follow us on

રાજકોટમાં ફરી એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેમાં સ્કૂલની દાદાગીરી સામે વાલીઓએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. વાલીઓનું માનીએ તો SNK સ્કૂલ સંચાલકોએ 27 ટકાથી વધુનો ફી વધારો ઝીંક્યો છે. અલગ અલગ વર્ગમાં કુલ 40થી 50 હજારના અસહ્ય ફી વધારા સામે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

FRCના આદેશથી શાળાએ ફી વધારો કર્યો હોવાનો વાલીઓનો આરોપ

મહત્વપૂર્ણ છે કે FRCના આદેશથી SNK સ્કૂલે આ વધારો ઝીંક્યો હોવાનો વાલીઓનો આરોપ છે. જેને લઇને છેલ્લા 2 દિવસથી વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓનો એ પણ આરોપ છે કે સ્કૂલ સંચાલકોએ ખોટા ખર્ચ દર્શાવીને હાઇકોર્ટમાંથી ફી વધારો મંજૂર કરાવ્યો છે અને FRCના માધ્યમથી વાલીઓ પર ફી વધારાનું ભારણ ઝીંકાયું છે.

FRCએ વાલીઓના આરોપ ફગાવ્યા

તો બીજી તરફ FRCએ વાલીઓના આરોપો ફગાવ્યા છે અને હાઈકોર્ટના આદેશથી સ્કૂલ સંચાલકોએ ફી વધારો કર્યાનો દાવો કર્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પણ વાંચો : Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ વિરોધાભાસ,હેમાંગ વસાવડા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા તો મહેશ રાજપૂતે કહ્યું ‘બીજેપી બાબા’

રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સપાટી પર આવ્યો

આ તરફ રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 15 કરોડના નફા બાદ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા નીતિન ઢાંકેચાએ જેતે સમયે ચેરમેન પદે રાજીનામુ આપ્યું હતું. જોકે ચાલુ વર્ષે મળેલી બેઠકમાં 12 કરોડના નફાના આંકડા જાહેર કરાતા, ઢાંકેચાએ નફા-નુકસાનનો હિસાબ માગ્યો હતો. અને નફો કેમ 15 કરોડથી ઘટીને 12 કરોડ થયો તેવો ચેરમેન નરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો હતો.

ઢાંકેચાનો દાવો છે કે હિસાબ અંગે ઝઘડો થતા વાઇસ ચેરમેન અરજણ રૈયાણીને આઘાત લાગ્યો હતો અને ચેરમેનના ઉડાઉ જવાબને પગલે આઘાત લાગતા અરજણ રૈયાણીએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તો નીતિન ઢાંકેચાના આરોપો બાદ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સામે આવ્યા. ચેરમેન નરેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી કે લોધિકા સંઘનો નફો નથી ઘટ્યો, માત્ર આવક ઘટી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article