Gujarati Video : રાજકોટમાં રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત, તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

|

Feb 18, 2023 | 3:15 PM

રાજકોટમાં (Rajkot) રખડતાં ઢોરના ત્રાસને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઇ રહ્યું નથી. સતત બીજા દિવસે રખડતા ઢોરે નાગરિકોને અડફેટે લીધા.

Gujarati Video : રાજકોટમાં રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત, તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

Follow us on

રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના ગોવિંદનગર વિસ્તારમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી. ઢોરના હુમલાને કારણે વૃદ્ધ લોહીલુહાણ થઇ ગયા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહત્વનું છે કે રાજકોટ મનપા ઢોરની સમસ્યા ઉકેલવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જેના કારણે રાજકોટવાસીઓ રોજબરોજ રખડતાં ઢોરના ત્રાસનો ભોગ બની રહ્યા છે.

રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત

રાજકોટમાં રખડતાં ઢોરના ત્રાસને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઇ રહ્યું નથી. સતત બીજા દિવસે રખડતા ઢોરે નાગરિકોને અડફેટે લીધા. રાજકોટના ગોવિંદનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા. તો ગતરોજ ગોંડલમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લઇ લીધો. ગોંડલના ઘોઘાવદર ચોકમાં આખલા સાથે બાઇક અથડાતા સંજય રાવલ નામના આધેડનું મોત નિપજ્યું.

ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

તો આ પહેલા પણ ઘોઘાવદર ચોકમાં રસ્તા પર અચાનક આખલો આવી જતા બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં સંજય રાવલ નામના આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહેલા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે.

Next Article