Rajkot: જેતપુરમાં અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ થયુ છે કે નહીં જાણવા કરાયો ફોરેન્સિક રિપોર્ટ, જુઓ Video

Rajkot: જેતપુરમાં અઢી વર્ષિય બાળકીની અપહરણ બાદ પરપ્રાંતિય શખ્સે પકડાઈ જવાના ડરથી હત્યા કરી નાખી હતી. બાળકીને શારીરિક અડપલા કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો, પરંતુ બાળકીએ બુમ પાડતા પકડાઈ જવાની ડરથી બાળકીની હત્યા કરી નાખી હતી.

Rajkot: જેતપુરમાં અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ થયુ છે કે નહીં જાણવા કરાયો ફોરેન્સિક રિપોર્ટ, જુઓ Video
| Edited By: | Updated on: Apr 01, 2023 | 11:28 AM

રાજકોટના જેતપુરમાં અઢી વર્ષની બાળકીની હત્યા થતા ચકચાર મચી છે. બાળકી એકલી રમતી હતી તે દરમિયાન પરપ્રાંતિય શખ્સે એકલતાનો લાભ લીધો હતો. પરપ્રાંતિય શખ્સ બાળકીને શારીરિક અડપલા કરવા અવાવરૂ સ્થળે લઈ ગયો હતો. બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બુમ પાડતા પકડાઈ જવાના ડરે નરાધમે હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ મૃતદેહને સગેવગે કરવા પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે. બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે જાણવા ફોરેન્સિક રિપોર્ટ કરાવાયો છે. તથા સમગ્ર મામલે પોલીસે આરોપી રાજેશ ચૌહાણને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી શખ્સની સાથે અન્ય બે લોકો પણ હતા. આ ત્રણેયે મળી બાળકીને મારી નાખી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે તેની સાથે સાત લોકો હતા. આ સાતેય લોકોની પોલીસે ધરપકડ કરી છે. પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. સીસીટીવીમાં આરોપી શખ્સ બાળકીને લઈ જતો દેખાયો હતો. તે પરત ફરતો દેખાયો ન હતો. સીસીટીવીને આધારે બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. કારખાનાના અન્ય કારીગરોને આરોપી શખ્સને પકડી મારપીટ કરતા પૂછપરછ કરતા તેણે બાળકીને મારીને પ્લાસ્ટિકની બોરીમાં બાંધી લાકડાના ઢગલા નીચે દાટી દીધી હતી.

આ પણ વાંચો: Rajkot: જેતપુરમાં ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા

સાંજે પાંચ વાગ્યા આસપાસ બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. જ્યારે આરોપી શખ્સ બાળકીના ઘર પાસે ત્રણ વાગ્યાથી ચક્કર લગાવી રહ્યો હતો. જેમા કંપનીના કામથી આંટા મારતો હશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:18 am, Sat, 1 April 23