તહેવારો આવતા જ સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.170નો વધારો

|

Feb 17, 2023 | 10:02 AM

Rajkot News : સિંગતેલમાં સ્થાનિક માગ ઘટવા છતાં ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સિંગતેલના ગ્રાહકો સૂર્યમુખી, કપાસિયા, મકાઈ તેલ તરફ વળ્યા છે.

તહેવારો આવતા જ સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.170નો વધારો
સિંગતેલના ભાવમાં વધારો (ફાઇલ)

Follow us on

જેમ જેમ તહેવારો નજીક આવતા જઇ રહ્યા છે તેમ તેમ સિંગતેલના ડબ્બામાં વધારો થઇ રહ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી રૂ.40નો વધારો થયો છે. 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.170નો વધારો થયો છે. સિંગતેલમાં સ્થાનિક માગ ઘટવા છતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3,080 પહોંચ્યો છે. ત્યારે હવે સિંગતેલના ગ્રાહકો સૂર્યમુખી, કપાસિયા, મકાઈ તેલ તરફ વળ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે.

આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા જેવા પરિબળોને લીધે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે. જે ગત વર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે.

અન્ય ખાદ્યતેલની સરખામણીમાં સિંહતેલના ભાવ વધુ

ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૂ.1 હજાર જેટલો વધુ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સિંગતેલ સિવાયના તેલનો ભાવ સ્થિર

એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે ખાસ તો લગ્ન સિઝન દરમિયાન તેલના ભાવમાં વધારો થતા મોંઘવારીમો માર નડી શકે છે. જોકે સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવ સ્થિર છે ત્યારે અચાનક સિંગતેલના ભાવમાં વધારા અંગે વેપારીઓ કહી રહ્યા છે કે અત્યારે પણ યાર્ડમાં મગફળી વેચાઈ રહી છે ત્યારે થોડા સમયમાં ભાવ નીચે આવે તેવી શકયતા છે.

Next Article