Gram Panchayat Election : રાજકોટના ઉપલેટા તાલુકાના આ ગામમાં આઝાદી બાદ એક પણ ચૂંટણી યોજાઇ નથી, ફરી ગામનું સુકાન નારી શક્તિને સોંપાયું

|

Dec 10, 2021 | 2:39 PM

સ્થાનિકોનું કહેવું છે કે ગામનો વિકાસ (Development) તો થયો છે પરંતુ ગામમાં બાકી રહી ગયેલા રસ્તા (Road) તાત્કાલિક ધોરણે બનાવી દેવામાં આવે અને ખાસ કરીને ગાર્ડન (Garden) બનાવવામાં આવે અને ઓક્સિજન પાર્ક (Oxygen Park)બનાવવાને અગ્રતા આપવામાં આવે અને સ્મશાનની એક દિવાલ બનાવવાની જરૂર છે જે તાત્કાલિક બનાવવામાં આવે અને યુવાનો માટે જીમ બનાવવામાં આવે.

Gram Panchayat Election :  રાજકોટના ઉપલેટા તાલુકાના આ ગામમાં આઝાદી બાદ એક પણ ચૂંટણી યોજાઇ નથી, ફરી ગામનું સુકાન નારી શક્તિને સોંપાયું
Gram Panchayat Election:

Follow us on

Gram Panchayat Election : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું એક એવું ગામ કે જ્યા આજે આઝાદી બાદ એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)નથી યોજાઈ. આ ગામ દરેક ટર્મમાં સમરસ (Samaras) થયુ છે અને આ ટર્મમાં નારી શક્તિને સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે. અને ફરી ગ્રામપંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

(Upleta) ઉપલેટા તાલુકાનું કેરાળા ગામ(Kerada Village) કે જ્યા આઝાદી પછી ક્યારેય પણ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામ આઝાદી બાદ સતત સમરસ થયું આવ્યું છે. આ ટર્મમાં પણ કેરાળા ગામમાં સરપંચ (Sarpanch) તરીકે નારી શક્તિને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામ સમરસ થઈ તો રાજ્ય સરકારની(Government) વધુમાં વધુ ગ્રાન્ટ મળે અને ગામના વિકાસ થાય અને નવા સરપંચ તરીકે ચૂંટાયેલા મહિલા સરપંચ પાસે લોકો બાકી રહી ગયેલા (Development) વિકાસના કામોની આશા રાખી રહ્યા છે. અને નવા ચૂંટાયેલા મહિલા સરપંચ (Mahila Sarpanch) ગામને ગોકુળિયું બનાવે અને ગામમાં પીવાનું પાણી ફિલ્ટર કરેલુ મળી રહે તે માટે ગામમાં બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવે એવી સ્થાનિકોની નવા સરપંચ પાસે માંગ છે.

સ્થાનિકોનું કહેવું છે કે ગામનો વિકાસ (Development) તો થયો છે પરંતુ ગામમાં બાકી રહી ગયેલા રસ્તા (Road) તાત્કાલિક ધોરણે બનાવી દેવામાં આવે અને ખાસ કરીને ગાર્ડન (Garden) બનાવવામાં આવે અને ઓક્સિજન પાર્ક (Oxygen Park)બનાવવાને અગ્રતા આપવામાં આવે અને સ્મશાનની એક દિવાલ બનાવવાની જરૂર છે જે તાત્કાલિક બનાવવામાં આવે અને યુવાનો માટે જીમ બનાવવામાં આવે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મહિલા સરપંચે વિકાસના કામોને પ્રાધાન્ય આપવાની કરી વાત

મહિલા સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાની બેન વામરોટીયાનું કહેવું છે કે ગામના બાકી રહેલ વિકાસના કામોને અગ્રતા આપવામાં આવશે અને અને લોકોએ સરપંચ તરીકે જે વિશ્વાસ મૂક્યો છે જેને ધ્યાનમાં રાખી અને ગામનો વિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : “હું ધારાસભ્ય બનીશ તો 135ના માવાના ભાવ રૂપિયા 5 કરાવીશ” લલિત વસોયાનું ફેક સોંગદનામું વાયરલ થતા ચકચાર

આ પણ વાંચો : Sardhar Swaminarayan Temple : મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા સીએમ, સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે: ભૂપેન્દ્ર પટેલ

Next Article