સી.આર. પાટીલ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Nov 21, 2021 | 4:57 PM

રાજકોટ ભાજપમાં જૂથવાદના સમાચાર વહેતા થયા હતા. મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે.

SURAT : રાજકોટ ભાજપમાં વધતા વિખવાદ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતમાં મોટું નિવેદન આપ્યું છે. સુરતમાં વિજય રૂપાણીએ કહ્યું કે મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ.પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપમાં જૂથવાદના સમાચાર વહેતા થયા હતા. મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે.છેલ્લા ઘણાં સમયથી રામ મોકરિયા શહેર ભાજપમાં એન્ટ્રી કરીને સક્રિય રીતે જોડાયેલા છે અને રૂપાણી જૂથના મનાતા શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.

વાત એટલે સુધી કે રામ મોકરિયાએ શહેર ભાજપ દદ્વારા તેને માન સન્માન આપવામાં ન આવતું હોવાની પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી અને પ્રદેશની સૂચનાથી ભાજપ કાર્યાલયના પ્રથમ માળે રામ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી હતી.

રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં આકાર પામશે વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ મા ઉમિયાનું મંદિર, સોમવારથી થશે નિર્માણ કાર્યનો શુભારંભ

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી પહેલ, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

Next Video