સૌરાષ્ટ્રમાં માવો થુંકવામાં Rajkot વાસીઓ No.1 ! 24 લાખ રુપિયાનું ‘થુકી’કાઢ્યુ

|

Mar 16, 2023 | 11:34 AM

રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2019થી જાહેરમાં થૂંકતા લોકોને ઇ-મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં 2019થી 2023 સુધીમાં કુલ 290 કેમેરાની મદદથી 8,288 મેમો ફટકારવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં માવો થુંકવામાં Rajkot વાસીઓ  No.1 !  24 લાખ રુપિયાનું ‘થુકી’કાઢ્યુ

Follow us on

દેશની છબી એના નાગરિકો જ ચિતરે છે. નાગરિકોની સામાન્ય સમજણ, સૂઝબૂઝ જ દેશને પ્રગતિ તરફ લઈ જાય. પરંતુ જે દેશના નાગરિકો માવા-મસાલા ખાઈને પિચકારીઓ મારવામાં જ અવ્વલ હોય તે દેશની પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના જ કરવી પડે. રાજકોટ શહેરના સરકારી કચેરીઓની હાલત એવી છે કે, દયાને પણ દયા આવી જાય.

દિવાલો લાલ રંગથી રંગેલી છે કે, પાનની પિચકારીઓથી તે કળી શકાતું નથી. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ છે, છતાં સરકારી કચેરીઓ, બહુમાળી બિલ્ડિંગમાં ભાગ્યે જ કોઈ સ્થળ હશે, જ્યાં થૂંક્યાના દ્રશ્યો ન હોય. અહીં જે લોકો દસ્તાવેજી કામ કરાવે છે. તે લોકો જ બારી પાસે જ ગંદકી કરે છે. જે લોકો કતારોમાં ઉભા રહે છે, તે જ લોકો પાનની પિચકારી મારનારા પણ છે.

આ પણ વાંચો : Rajkot : લાલ મરચા સહિત અન્ય મસાલામાં અસહ્ય ભાવ વધારો ગૃહિણીઓની આંખમાં લાવી રહ્યા છે પાણી

અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા

રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2019થી જાહેરમાં થૂંકતા લોકોને ઇ-મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં 2019થી 2023 સુધીમાં કુલ 290 કેમેરાની મદદથી 8,288 મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાં 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ પૈકી 7.15 લાખ રૂપિયાનો દંડ લોકોએ ભરપાઈ કર્યો છે. જો કે અન્ય રૂપિયા હજુ લેણા બાકી છે.

કોરોનાએ લોકોને જીવનશૈલી અંગે અનેક પાઠ શીખવ્યા છે. પરંતુ હજુ તમામ લોકો એ શીખ્યા હોય, તેવું લાગતું નથી. સરકારે ગમે તેટલા પ્રયાસો કરે છે. પરંતુ જ્યાં સુધી પોતાની નૈતિક જવાબદારી નહીં સમજે ત્યાં સુધી આ પરિસ્થિતિને બદલવી શક્ય નથી.

વડોદરામાં થૂંકનાર લોકો સામે કાર્યવાહી થઈ શકે

વડોદરા શહેરમાં પણ જાહેરમાં થૂંકનાર લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. જાહેરમાં થૂંકનાર લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન વિચારણા કરી રહી છે. સુરત મહાનગર પાલિકાની જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી બાદ વડોદરા કોર્પોરેશન પણ આ અંગે વિચારણા કરી રહી છે.

આ અંગે મેયર નિલેશ રાઠોડે કહ્યું કે શહેરને સ્વચ્છ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. તો સાથે તમામ અધિકારીઓને સ્વચ્છતા અંગે સુચના પણ આપવામાં આવી છે.

સુરતમાં એક મહિનામાં 18 હજાર લોકો પકડાયા

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક મહિનામાં જ જાહેરમાં થૂંકનારા 18 હજાર લોકોને પકડ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 2 લાખ 25 હજારનો દંડ વસુલાયો છે. આ તમામ થૂંકબાજા CCTVમાં કેદ થયા છે. સુરતના થૂંકબાજોને CCTVએ શોધી કાઢ્યા છે. સુરત શહેરમાં 2600 કેમેરા સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જેનાથી આ થૂંકબાજો બચી નહીં શકે.

Next Article