મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગન્નાથને આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ

|

Apr 17, 2022 | 6:54 PM

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ (Pravind Kumar Jugnauth)17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે.

મોરેશિયસના વડાપ્રધાન  પ્રવીન્દ જુગન્નાથને આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ
Mauritius PM Pravind Jugnauth and PM Narendra Modi (File Image)

Follow us on

રાજકોટના (Rajkot) આંગણે પધારી રહેલા મોરેશિયસના(Mauritius) વડાપ્રધાન પ્રવીન્દ જુગન્નાથ (Pravind Kumar Jugnauth) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ( WHO) ડિરેક્ટર જનરલ ટેડરોસના આગમનને વધાવવા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રોડ શોમાં સ્ટેજ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા મોરેશિયસના વડાપ્રધાનનું અભિવાદન કરાશે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે, જે દરમિયાન કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવશે, જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

સમગ્ર રોડ શો દરમ્યાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસીક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ-શો ના વિવિધ સ્પોટ પર આત્મીય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનીયસ સ્કુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાળા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભર અભિવાદન કરવામાં આવશે. રોડ શોના સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા યુવા અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મોરેશિયસના વડાપ્રધાન ગુજરાત આવશે 

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે. આ સાથે જ વડાપ્રધાન મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે. 18મી એપ્રિલે વડાપ્રધાન ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ, તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો :Ahmedabad: કારંજમાં નકલી પોલીસે ચલાવી લૂંટ, અપહરણ કરી લૂંટ કરનાર નકલી પોલીસ ઝડપાયો

આ પણ વાંચો :Ahmedabad: “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ બાળક અભ્યાસ કરવા જાણો કેવી મહેનત કરે છે

Next Article