સોમવારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) વીજકાપ (Power cut)ને પગલે ખેડુતો પોતાના પાકને પિયત ન આપી શકયા હોવાની ફરિયાદ ઉઠી હતી. વિધાનસભામાં પણ ગઇકાલે આ મુદ્દો ગુંજ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની (Farmers) વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે એવું PGVCLના એમડીએ સ્પષ્ટ કર્યુ છે.
આજથી એટલે કે બુધવારથી જ વીજળીની સમસ્યાનો અંત આવી જશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વીજકાપ પર PGVCLએ આ મહત્વનું નિવેદન આપ્યુ છે. MD વરૂણકુમાર બરૂનવાલનું કહેવું છે કે હવે એકપણ ફિડરમાં વીજકાપ નથી અને છેલ્લા બે-ત્રણ દિવસથી વીજ સપ્લાય ઓછો હોવાથી સમસ્યા સર્જાઈ હતી. “વીજળીની માગ વધારે હતી, જેની સામે ઉત્પાદન ઓછું હોવાથી આ સમસ્યા સર્જાઇ હોવાનું તેમણે જણાવ્યુ છે. “અદાણી અને ટોરેન્ટ પાવરે વીજળી આપતા હવે સ્થિતિ નિયંત્રણમાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે “તમામ ખેડૂતો, ધારાસભ્ય પદાધિકારીઓને પણ સ્થિતિ સામાન્ય હોવાની જાણ કરી દેવાઈ છે.
મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાના ગલિયાવાડાના ખેડૂતોને સમયસર વીજળી ન મળાનો આક્ષેપ કર્યો હતો. સોમવારે જિલ્લાના 300 જેટલા ફીડરો બંધ હોવાથી ખેડૂતો પિયત પાણી ન પીવડાવી શકયા. ખેડૂતો રાતભર જાગી વીજ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છતાં કોઈ જવાબ ન આપ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યુ છે. 24 કલાકમાં માત્ર બે કલાક વીજળી મળતી હોવાનો ખેડૂતો આરોપ લગાવ્યો હતો
સમસયર વીજળી ન મળતા ખેડૂતોના ઉનાળુ પાકને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું, પાણી છે, પરંતુ વીજળી નથી તો કેવી રીતે ખેતી કરવી. વીજળી ન મળવાથી મજૂરને 300 રૂપિયા આપવાના કેવી રીતે પોસાય. વારંવાર રજૂઆત કરવા છતાં જેટકો અને વીજ વિભાગના અધિકારીઓ ફોન પર એકબીજા પર આરોપ ઢોળી રહ્યા છે.
ત્યારે હવે PGVCL તરફથી ખેડૂતોને વીજળીની સમસ્યા નહીં રહે તેવુ આશ્વાસન આપવામાં આવ્યુ છે ત્યારે જોવુ રહ્યુ કે ખરેખર ખેડૂતોની સમસ્યાનો અંત આવશે કે કેમ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-