લો બોલો- રાજકોટની ફાર્મા કંપનીના નામથી દિલ્હીની કંપનીએ ગ્રાહકને પધરાવી દીધુ નક્લી ફેસવોશ, કંપની સામે ફરિયાદ

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોને નક્લી વસ્તુઓ પધરાવી દેવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. નક્લી ખાદ્યચીજો સહિત નક્લી દવાઓ બાદ હવે કોસ્મેટિક્સમાં પણ ગ્રાહકને નક્લી ફેસવોશ પધરાવી દેવાની ઘટના રાજકોટથી સામે આવી છે. જેમા ગ્રાહકે ફેસવોશની ઓનલાઈન ખરીદી કરી હતી પરંતુ દિલ્હીની કોઈ કંપનીએ રાજકોટની ફાર્મા કંપનીના નામથી ગ્રાહકને નક્લી ફેસવોશ પધરાવી દીધુ હતુ.

લો બોલો- રાજકોટની ફાર્મા કંપનીના નામથી દિલ્હીની કંપનીએ ગ્રાહકને પધરાવી દીધુ નક્લી ફેસવોશ, કંપની સામે ફરિયાદ
| Edited By: | Updated on: Nov 07, 2023 | 5:18 PM

રાજ્યમાં આજકાલ નક્લી ચીજવસ્તુઓની ભરમાર હોય તેવુ ચિત્ર સામે આવી રહ્યુ છે. નક્લી માવો, નક્લી ઘી, નક્લી દવા, નક્લી જંતુનાશક દવા, નક્લી ઈનો સહિત ચારેબાજુ જાણે નક્લી ચીજવસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. આ ભેળસેળિયા તત્વોને સરકારનો જરાય ડર ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ મિલાવટ થઈ રહી છે. આ સિલસિલો અહીં જ નથી અટક્તો ઓનલાઈન ખરીદીમાં નક્લી વસ્તુ પધરાવી દેવામાં આવતી હોય છે. જે લોકો આજકાલ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તેમણે ચેતવાની જરૂર છે કારણ કે રાજકોટની એક ફાર્મા કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા ફેસવોશના કોપીરાઈટની ચોરી કરીને દિલ્હીની એક કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

રાજકોટની ફાર્મા કંપનીના નામે ગ્રાહકને પધરાવી દેવાયુ ડુપ્લીકેટ ફેસવોશ

રાજકોટના રૈયારોડ વિસ્તારમાં રહેતા અને યુ.બી.સોલ્યુસન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા અજય વંજાણીએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે કાલાવડ રોડ પર આવેલ યુ.બી.સોલ્યુસન્સ પ્રા.લી.માં તેઓ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. તેઓની કંપની કોસ્મેટીકની અલગ અલગ પ્રોડક્ટ ધરાવે છે. જેની 18 દેશોમાં સપ્લાય થઇ રહી છે. વર્ષ 2012માં કંપની દ્રારા એથિગ્લો નામનું ફેસવોશ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ફેસવોશ અલગ અલગ મેડિકલ સ્ટોરમાં અને ઓનલાઇન ઉપલબ્ધ છે.

દિલ્હીની કંપનીએ પધરાવી દીધુ નક્લી ફેસવોશ

જો કે ગત 14 ઓગસ્ટના રોજ બિહારથી એક ગ્રાહકનો કસ્ટમર કેરમાં ફોન આવ્યો હતો કે હું આપની કંપનીનું ફેસવોશ વર્ષોથી ઉપયોગ કરૂ છું પરંતુ આ વખતે તેની ક્વોલીટી અલગ પ્રકારની હતી. આ ગ્રાહકે આ પ્રોડક્ટ ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઇન ખરીદી કરી હતી. જેના આધારે કંપની દ્રારા તપાસ કરતા આ પ્રોડક્ટની રિસિપ્ટ અને ફોટો મંગાવતા તેમાં એંથિગ્લો ફેસવોશ લખેલું હતું અને જે કંપની પાસેથી આ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવ્યું હતું તે કંપની અબુએરા હતું. જે દિલ્લીમાં આવેલી કંપની છે. જેના આધારે રાજકોટની ફાર્મા કંપનીએ પોલીસને કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની ફરિયાદ લખાવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 2,359 ગ્રામ પંચાયતોમાંથી 1180ના પરિણામ થયા જાહેર, ભાજપને મળી બમ્પર બેઠકો

રાજકોટની ફાર્મા કંપનીના કોપીરાઈટની ચોરી કરી ઓનલાઈન સાઈટ પર નક્લી ફેસવોશનું વેચાણ

ફરિયાદીના કહેવા પ્રમાણે જે ફેસવોશને નકલી બનાવવામાં આવી હતી. તેમાં ટ્યૂબનો માત્ર લોગો જ હતો. આ ઉપરાંત અંદર લખવામાં આવેલી તમામ વિગતો ખોટી હતી એટલું જ નહિ તેની સાઇઝમાં પણ ફેરફાર હતો. જે ફેસવોશ તૈયાર કરવામાં આવ્યું હતું તેની ગુણવત્તા પણ અલગ હતી. જેના કારણે કંપની દ્રારા પોલીસને જરૂરી પુરાવા આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોપી રાઇટ એક્ટ અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો