Rajkot : રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો શું આપ્યું નિવેદન

|

May 16, 2023 | 12:35 PM

Rajkot News : બેરોજગારીના મુદ્દા પર સાંસદ રામ મોકરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે બેરોજદારીના આંકડા એ વિપક્ષ અને કેટલીક ખાનગી NGOએ ઉભી કરેલી બૂમરાણ છે. કોંગ્રેસ લોકોને આંકડાઓ દર્શાવીને ભ્રમિત કરે છે.

Rajkot : રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો શું આપ્યું નિવેદન

Follow us on

રાજકોટમાં (Rajkot) રોજગાર મેળાના (Employment fair) કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વિવાદનો મધપૂડો છંછેડાય તે પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં કોઈ બેરોજગાર નથી. દરેક પાસે નોકરી છે. પોતાના ભાષણમાં મોકરિયાએ કહ્યું કે- હકીકતમાં કોઈ બેકાર નથી.

તેમણે કહ્યુ કે ઘરે કામવાળી નથી મળતી અને ઓફિસમાં પટાવાળા નથી મળતા. તમામ લોકો કામ કરી રહ્યા છે, પણ ખાનગી નોકરી કરી રહ્યા છે. સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે- ખેતીકામ માટે પણ માણસો નથી મળતા. માણસો મળવા મુશ્કેલ હોવા છતા વિપક્ષ કહે છે બેકારી છે. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી.

આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીની US મુલાકાત પહેલા આવ્યું નિવેદન, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી મહત્વના સંબંધોમાંની એક

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બેરોજગારીના મુદ્દા પર સાંસદ રામ મોકરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે બેરોજદારીના આંકડા એ વિપક્ષ અને કેટલીક ખાનગી NGOએ ઉભી કરેલી બૂમરાણ છે. કોંગ્રેસ લોકોને આંકડાઓ દર્શાવીને ભ્રમિત કરે છે. પરંતુ નવા-નવા મોલ બને છે તેમાં સફાઈ કામદાર, પ્લમ્બર સહિતના લોકોને કામ મળી જ રહે છે.. પરંતુ લોકોની ઈચ્છા વ્હાઈટ કોલર જોબ કરવાની હોય છે.

‘રોજગાર મેળા’ કાર્યક્રમમાં 71000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ‘રોજગાર મેળા’ કાર્યક્રમમાં 71000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PMએ સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. યુવાનોને નિમણૂક પત્રો આપતાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તમારી મહેનતના કારણે તમને આ નિમણૂક પત્ર મળ્યો છે.

તેણે કહ્યું કે હું તમને અને તમારા પરિવારને અભિનંદન આપું છું. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી છે. તેને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારત સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article