રાજકોટમાં અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવા કોંગ્રેસની માંગ, ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ

|

Oct 20, 2021 | 8:12 PM

રાજકોટ  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવાની માંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

ગુજરાતમાં(Gujarat)  ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટીને(Flood) પગલે સરકાર દ્વારા સરવે(Survey)  કરવામાં આવ્યો હતો પરંતુ આ જ સરવે પર હવે સવાલો ઉઠી રહ્યા છે. જેમાં હવે રાજકોટ(Rajkot)  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે અતિવૃષ્ટીનો રિ-સર્વે(Re- Survey)  કરવાની માંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ધારાસભ્ય લલિત વસોયાએ પણ રિ-સરવે કરવાની માગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા છે કે, ઉપલેટા તાલુકાના અનેક ગામના નામ લીસ્ટમાંથી ગાયબ છે. તેમણે સરકાર વિરૂદ્ધ ચીમકી ઉચ્ચારી છે કે, ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ અંગે જણાવતા ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે અધિકારીઓએ માત્ર ઓફિસમાં બેસીને નુકશાનીનો સર્વે કર્યો છે.

તેમજ વાસ્તવમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હોત તો ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાનનો ચિતાર સરકાર સુધી  પહોંચ્યો હોત. તેમજ સર્વેમાં અનેક ગામોમાં નામ ગાયબ છે જયા સૌથી વધારે  નુકસાન થયું  છે. તેથી અમારી માંગ છે કે સર્વે ટીમ દ્વારા જે ગામોને વધુ નુકશાન થયું છે તેનો સર્વે લિસ્ટમાં  સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

આ પણ  વાંચો : અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશ્નરે તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરથી PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો, ભુલકાઓને મળશે ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનું આરોગ્ય સુરક્ષા કવચ

 

Next Video