રાજકોટમાં BAPS દ્વારા સામાજિક જાગૃતિના હેતુ સાથે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

|

Jun 02, 2022 | 11:58 AM

રાજકોટમાં આવેલા BAPS મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું (Manav Utkarsh mahotsav)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યસન મુક્તિ, પારિવારિક સંપ, સોશ્યિલ મીડિયાના વ્યસનમાંથી બહાર કેમ આવવું તે અંગે પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવશે.

રાજકોટમાં BAPS દ્વારા સામાજિક જાગૃતિના હેતુ સાથે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ
BAPS Manav Utkarsh mahotsav In Rajkot

Follow us on

અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના (Pramukh swami maharaj) 100માં જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે BAPS દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રાજકોટના  (Rajkot) BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવ ઉત્કર્ષ મહોત્સવને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, મેયર ડૉ. પ્રદીપ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ અંગે મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટમાં આવેલા BAPS મંદિર દ્વારા રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું (Manav Utkarsh mahotsav) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યસન મુક્તિ, પારિવારિક સંપ, સોશ્યિલ મીડિયાના વ્યસનમાંથી બહાર કેમ આવવું તે અંગે  પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં સમાજનો ઉત્કર્ષ થાય અને લોકો મોબાઇલથી માંડીને સોશ્યિલ મીડિયા દ્વારા માનસિક અને આર્થિક રીતે થતા નુકસાન તેમજ શરીરને નુકસાન કરતા તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર થાય તે માટે પાંચ દિવસના મહોત્સવમાં વિવિધ પ્રદર્શનો અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાશે.

BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ ભગવાનના નિયમોનું પાલન કરીને  સામાજિક વિકાસના વિવિધ  કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તેમાં  વ્યસન મુક્તિ સહતિ પાણી  બચાવવા તેમજ  શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના વિવિધ પ્રયાસો સામેલ છે. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં વ્યસન મુક્તિ, પારિવારિક કલેહમાંથી સંપ, આજના વ્યસ્ત સમયમાં સોશિયલ મીડિયાના નકારાત્મક પાસાથી યુવાધનને કેમ બચાવવું તેવા વિવિધ વિષયો સહિતના મુદ્દે વિવિધ પ્રદર્શન તેમજ પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Next Article