Breaking News : રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોર ડૂબી જતા મોત, જુઓ Video

|

May 22, 2023 | 11:42 AM

રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ.

રાજકોટના ( Rajkot  ) ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ. જેમના આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને તાત્કાલીક ધોરણે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rajkot: વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા પદ્મકુંવરબા હોસ્પિટલ, કુલ 4662 પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં બનેલી અન્ય ડૂબવાની ઘટના

તો બીજી તરફ બોટાદ ખાતે આવેલા કૃષ્ણસાગર તળાવમાં 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનુ છે કે પાંચેય તરુણ અને યુવાનો ન્હાવા ગયા હતા અને ડુબી જવાથી મોત તમામના મોત નિપજ્યાં હતા. મહત્વનુ છે કે મરનાર તમામ બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા જિલ્લા SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ અગાઉ સુરતના હજીરા વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. AMNS કોલોનીના તળાવ આસપાસ બે બહેનો રમી રહી હતી. તે દરમિયાન બંને બાળકી ડૂબી ગઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. બંને બહેનો બપોર બાદ ગુમ થઇ ગઇ હતી. જે પછી પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે પછી તળાવમાંથી બંને બહેનોના મૃતદેહ મળી આવ્યાં હતા. એક સાથે બે બહેનોના મોત થતાં પરિવાર સહિત આસપાસનો સ્થાનિકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો.

થોડા દિવસ પહેલા પણ વડોદરાના સાવલીમાં મહીસાગર નદીમાં ડૂબવાથી વિદ્યાર્થીનું મોત થયુ હતુ. સાવલીના લાંછનપુરા ગામ પાસે 21 વર્ષીય અભિષેક પટેલ નામનો વિદ્યાર્થી તેના 7 જેટલા મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવ્યો હતો. અભિષેક પટેલ નદીમાં ડૂબતા સ્થાનિક તરવૈયાએ તેને નદીમાંથી બહાર કાઢ્યો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સાવલી આરોગ્ય કેન્દ્ર ખસેડાતા ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક વિદ્યાર્થી અભિષેક પટેલ મૂળ ગોધરાનો રહેવાસી હતો. તથા તે MSUમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરીવાર તેમજ મિત્રોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

Published On - 11:07 am, Mon, 22 May 23

Next Article