આમ તો ગુજરાતમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતો હોય છે. અમદાવાદ થી રાજકોટ તરફ જતો મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
બાવળા અને બગોદરા પાસેથી અલગ અલગ ટ્રક માંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. જેમાં એક ટ્રક માંથી 7190 બોટલ મળી હતી અને કુલ 47 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ટ્રક માંથી 11988 બોટલ મળી કુલ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે દારુ મંગાવનાર અને આપનારની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad: સસ્તી એર ટિકિટની લાલચ આપી એજન્ટે ગ્રાહકોના ખંખેર્યા દોઢ કરોડ, પોલીસે કરી ધરપકડ
તો બીજી તરફ આવી જ એક ઘટના જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના A ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં 178 બોટલ દારુ અને કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો હતો. અન્ય એક આરોપી ફરાર છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.
ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી વિજિલન્સે દારુનો જથ્થો ઝડપ્યો હતો. વિજિલન્સ ટીમે 57,360નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ આરોપી ફરાર થયો હતો. સમગ્ર ઘટનાની તપાસ વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.
( ઈનપુટ વીથ હરિન માત્રાવાડિયા )
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:46 am, Mon, 15 May 23