Rajkot : છેલ્લા બે દિવસથી ગુમ સગીરાનો મળ્યો મૃતદેહ, હર્ષ સંઘવીએ આપ્યો કડક કાર્યવાહીના આદેશ, જુઓ Video

|

Jun 30, 2023 | 2:10 PM

રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રહેતા શ્રમિક પરિવારની દીકરી ગત 27 તારીખે લાકડા વીણવા ગયા બાદ ગુમ હતી.

Rajkot : રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રહેતા શ્રમિક પરિવારની દીકરી ગત 27 તારીખે લાકડા વીણવા ગયા બાદ ગુમ હતી. જેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં 2 દિવસ બાદ આ કિશોરીનો મૃતદેહ આજીડેમ વિસ્તારમાં જ આવેલી અમૂલ નામના લેથના બંધ કારખાનામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેની કામગીરી ગોકળ ગતિએ, કોન્ટ્રાક્ટ કંપનીએ સરકાર પાસે કરી ભાવ વધારાની માગ

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ ઉપરાંત બાળકી ગુમ થઈ ત્યારથી જ ધારાસભ્ય ઉદય કાનગડ પરિવારના સંપર્કમાં હતા અને મૃતદેહ મળ્યા બાદ પણ પોલીસ કમિશનર સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તેવી સૂચના તેમણે આપી છે.

CP દ્વારા તાત્કાલિક SITની રચના કરવામાં આવી

બાળકીનો મૃતદેહ મળતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક SIT ની રચના કરી હતી. જેમાં ACP વિશાલ રબારી,ક્રાઈમ બ્રાન્ચ PI વાય બી જાડેજા અને આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ એલ ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને તાત્કાલિક ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કિશોરીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ થશે

મૃતક કિશોરીના પરિવારે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા વ્યકત કરી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કિશોરીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે માત્ર હત્યા કરવામાં આવી છે તે સ્પષ્ટ થશે.

કિશોરીના હત્યારાને ફાંસીની સજાની સરાણીયા સમાજની માગ

કિશોરીની ક્રૂરતા પૂર્વક હત્યાને લઈને સારણીયા સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. પોલીસ સમક્ષ આરોપીની ધરપકડ કરીને જલદીમાં જલ્દી ફાંસી થાય તેવી માગ કરી રહ્યાં છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાને લઈને ગંભીર

ધારાસભ્ય ઉદય કાનગડએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઘટના અંગે તેમને વાત થઈ છે. તેઓ આ ઘટનાને લઈને ખૂબ જ ગંભીર છે. સતત મારી સાથે સંપર્કમાં છે.

આ પ્રકારની ઘટના જલદીમાં જલ્દી આરોપી ઝડપાય તેના વિરૂદ્ધમાં મજબૂત કેસ બને,કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સરકારના પ્રયાસો હોય છે અને આ ઘટનામાં એ જ પ્રયાસ રહેશે અને આરોપીને દાખલા રૂપ સજા થાય તે માટે સરકારના પૂરા પ્રયત્નો રહેશે તેમ ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.

 

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article