સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી રેલ વ્યવહારને થશે અસર

|

May 31, 2022 | 6:25 PM

રાજકોટ ડિવિઝનના (Rajkot Division) સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની (Double track) કામગીરી માટે બ્લોક લેવામાં આવશે.

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી રેલ વ્યવહારને થશે અસર
Symbolic Image

Follow us on

જો તમે 31 જૂનથી 11 જૂન દરમિયાન ટ્રેનમાં (Train) મુસાફરી કરવાના છો, તો આ માહિતી અવશ્ય વાંચી લેજો. કારણકે રાજકોટ ડિવિઝનના (Rajkot Division) સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની (Double track) કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 31 મે, 2022 થી લઈને 11 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.  જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે

રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 મે 2022 થી 10 જૂન 2022 સુધી રદ
  2. ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01 જૂન 2022 થી 11 જૂન 2022 સુધી રદ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ 30 મે 2022 થી 09 જૂન 2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી 31 મે 2022 થી 10 જૂન 2022 સુધી ચાલશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
    મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
    ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
    અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
  4. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 30 મે 2022 થી 09 જૂન 2022 સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 31 મે 2022 થી 10 જૂન 2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 મે 2022 થી 10 જૂન 2022 સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  7. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31મે 2022 થી 10 જૂન 2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ 30 મે 2022, 02 જૂન 2022, 04 જૂન 2022, 06 જૂન 2022 અને 09 જૂન 2022 ના રોજ બાંદ્રાથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  9. ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 31 મે 2022, 03 જૂન 2022, 05 જૂન 2022, 07 જૂન 2022 અને 10 જૂન 2022 ના રોજ સુરેન્દ્રનગરથી લઈને બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેન

ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 02 જૂન 2022 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે બપોરે 2.05 કલાકે 2 કલાક મોડી એટલે કે 4.05 કલાકે ઉપડશે.

માર્ગમાં લેટ થનારી ટ્રેન

  1. 31મી મેથી 11મી જૂન, 2022 સુધીના સમયગાળા વચ્ચે વાર મુજબ માર્ગ માં લેટ થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
  2. મંગળવારે ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 15 મોડી થશે અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે.
  3. બુધવારે ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે.
  4. શુક્રવારે ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.

ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલી તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Published On - 6:21 pm, Tue, 31 May 22

Next Article