ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો, નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા પાટીદારોના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યની બાદબાકી

|

Sep 10, 2022 | 3:47 PM

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના (Naresh Patel) અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની (Jayrajsinh Jadeja) બાદબાકી કરવામાં આવી છે.

ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો, નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા પાટીદારોના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યની બાદબાકી
Naresh Patel (File Image)

Follow us on

રાજકોટના (Rajkot) ગોંડલમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પહેલા મોટી હલચલ જોવા મળી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપનો આજે ગોંડલમાં ભવ્ય કાર્યક્રમ છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ એ પાટીદારોનું સંગઠન છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના (Naresh Patel) અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની (Jayrajsinh Jadeja) બાદબાકી કરવામાં આવી છે. તો જયરાજસિંહ જાડેજાના સામેના જૂથના આગેવાનોને આમંત્રણ અપાયું છે. જો કે ચર્ચા એ પણ ચાલી રહી છે કે આ ગોંડલ વિધાનસભા બેઠક પર પાટીદાર પાવર બતાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપનો આંતરિક જુથવાદ ગોંડલમાં ઉડીને આંખે વળગે તેવો સામે આવ્યો છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ એ ગુજસીકોટના ગુનામાં જેલની અંદર રહેલા નિખિલ દોંગાનું છે. તેને પાટીદારોનું સમર્થન મળી રહ્યુ છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ એ હાલના જે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામેનું જુથ છે. નિખિલ દોંગાના યુદ્ધ એ જ કલ્યાણ જુથ દ્વારા આજે ગોંડલમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ પણ હાજર રહેવાના છે. રાજકોટ જિલ્લાના પાટીદાર સભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે.

નિખિલ દોંગાએ જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધનું જુથ છે. ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. ત્યારે અહીં ધ્યાન ખેંચવા જેવી બાબત એ સામે આવી છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના રાજકીય વિરોધીઓ અને તે અન્ય જ્ઞાતિના હોવા છતા તેમને આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેને કારણે વિવાદ ઊભો થયો છે. નિખિલ દોંગાના જુથને મળતા સમર્થનની અસર આગામી સમયમાંની સીધી જ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી શકે છે. ત્યારે આજના સંમેલનમાં કયા પ્રકારની વાતચીત થાય છે તે જોવાનું રહેશે.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

ગોંડલ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ આધારિત વિભાજનની વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે પાટીદારો છે. આ બેઠક વિસ્તારમાં એક લાખથી વધારે પાટીદારો છે અને તેની સામે છેલ્લી ત્રણ ટર્મથી ત્યાં ક્ષત્રિય સમાજ ધારાસભ્ય પદે છે. જેને લઇને આંતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. ગુજસીકોટના ગુનામાં જેલની અંદર રહેલા નિખિલ દોંગાને પાટીદારોનું સમર્થન મળી રહ્યુ છે. જેથી નરેશ પટેલ છે તે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને છે. નરેશ પટેલ પણ પાટીદારોને યોગ્ય પ્રભુત્વ મળવુ જોઇએ તેવી વાત અગાઉ કરી ચુક્યા છે. તેના જ ભાગ રૂપે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો હોય તેવુ સ્પષ્ટરુપે જોવા મળી રહ્યુ છે.

(વીથ ઇનપુટ- મોહિત ભટ્ટ,રાજકોટ) 

Published On - 3:35 pm, Sat, 10 September 22

Next Article