રાજકોટ અને જુનાગઢમાં મોટા ગજાના જ્વેલર્સને ત્યાં ITના દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા, બિલ્ડર લોબીમાં ફફડાટ

|

Jul 11, 2023 | 11:48 PM

Rajkot:રાજકોટ અને જુનાગઢમાં મોટા ગજાના જ્વેલર્સને ત્યાં આવકવિભાગે સવારથી સર્વેની કામગીરી હાથ ધરી. જ્વેલર્સની સાથોસાથ બિલ્ડર લોબીને ત્યાં પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સવારથી શરૂ થયેલા આ દરોડા દરમિયાન કરોડોની બેનામી વ્યવહારો પકડાયા છે.

રાજકોટ અને જુનાગઢમાં મોટા ગજાના જ્વેલર્સને ત્યાં ITના દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા, બિલ્ડર લોબીમાં ફફડાટ

Follow us on

Rajkot: રાજકોટ અને જુનાગઢમાં મોટા ગજાના જ્વેલર્સને ત્યાં આઇટી વિભાગે મંગળવાર સવારથી સર્વેની કામગીરી હાથ ધરી. જ્વેલર્સ કંપનીની સાથે સંકળાયેલા બિલ્ડર લોબીને ત્યાં પણ આઇટીની ટીમે તપાસ હાથ ધરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા આ તપાસમાં રાત સુધીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવ્યા છે. જેને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી હજુ બે દિવસ સુધી ચાલી શકે તેમ છે.

આટલા સ્થળોએ ચાલી રહી છે તપાસ

  • રાઘિકા જ્વેલર્સ-પેલેસ રોડ અને કાલાવડ રોડ શોરૂમ, અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ
  • શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ,અક્ષર માર્ગના શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ
  • જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ, તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ
  • જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી
  • જ્વેલર્સ સાથે સંકળાયેલા વિમલ પાદરીયા, કેતન પટેલ અને મિલન મહેતા નામના બિલ્ડરના ઘર અને તેની ઓફિસોમાં પણ આઇટીની તપાસ

દરોડા પાછળ મોટા ટ્રાન્જેકશન કારણભૂત ?

ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે તાજેતરમાં રાજકોટની સોની બજારમાં મોટા ટ્રાન્જેકશન થયા હતા. એક શક્યતા પ્રમાણે GST વિભાગ દ્રારા આ અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને પહોંચાડી હતી. થોડા દિવસો પહેલા બે હજારની ગુલાબી નોટ સરકાર દ્રારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સૌથી મોટા ટ્રાજેક્શન રાજકોટની સોની બજારમાં થયા હતા. જેના કારણે મોટી પેઢીઓ ITના રડારમાં આવી હતી. એટલું જ નહિ રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ બિલ્ડર લોબી અને ફાયનાન્સર સાથે પણ સંકળાયેલા છે. જેને લઇને મોટા વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot: ચકચારભર્યા લવ જેહાદના કેસમાં આવ્યો નવો વળાંક, યુવતીએ કોર્ટ સમક્ષ રજૂ થઈ માતાપિતાએ લગાવેલા આક્ષેપોને ગણાવ્યા જુઠ્ઠા

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઇન્કમ ટેક્સની કાર્યવાહીથી સોની બજારમાં ફફડાટ

રાજકોટની સોની બજાર એશિયાની સૌથી મોટી સોની બજાર છે. આજે સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની 15 થી 20 જેટલી ટીમો દ્રારા એકસાથે કરવામાં આવેલા દરોડાને કારણે સોની બજારમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના જ્વેલર્સોએ દુકાન બંધ રાખી હતી અથવા તો મોડી ખોલી હતી. અંદાજિત દાયકા બાદ રાજકોટની સોની બજારમાં ઇન્કમ ટેક્સ વિભાગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

Next Article