Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર

|

Jan 16, 2023 | 11:44 AM

Rajkot News: ધોરાજીના ખેડૂતો કેનાલમાંથી આવી રહેલા દૂષિત પાણીને ખેડૂતો ચિંતામાં છે, સ્વાભાવિક જ છે કેમકે ખેડૂતોનો હજારો હેકટરનો પાક જોખમમાં છે. સિંચાઇ વિભાગની બેદરકારી છે અને કેનાલ સફાઈ માટે ખેડૂતો જાતે ટાંચા સાધનો લઈને જીવના જોખમે મેદાનમાં ઉતરવું પડે છે.

Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દુષિત છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલનું પાણી એટલું દુષિત છે કે પિયત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. અંદર ઉગી નીકળેલું ઘાસ, કચરો બધું જ આપણને દેખાય છે પણ સિંચાઈ વિભાગના અધિકારીઓને એ નથી દેખાતું. જેના કારણે ધોરાજી વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

ધોરાજી પંથકના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. એ માટે ધોરાજી સિંચાઈ વિભાગ દ્વારા ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ કેનાલ સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલ એટલી હદે દૂષિત છે કે તેમાં ઝાડી ઝાંખરા અને વૃક્ષોના પાંદડા સહિત પ્લાસ્ટિક પ્રતિબંધિત જથ્થો પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે પાણી દુષિત થયું છે અને જો આ પાણી પાકને પિયત માટે આપવામાં આવે તો પાકને નુકસાન થાય એમ છે.

ધોરાજીના ખેડૂતો કેનાલમાંથી આવી રહેલા દૂષિત પાણીને ખેડૂતો ચિંતામાં છે, સ્વાભાવિક જ છે કેમકે ખેડૂતોનો હજારો હેકટરનો પાક જોખમમાં છે. સિંચાઇ વિભાગની બેદરકારી છે અને કેનાલ સફાઈ માટે ખેડૂતો જાતે ટાંચા સાધનો લઈને જીવના જોખમે મેદાનમાં ઉતરવું પડે છે. જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર આ ખેડૂતોને આપણે જોઈ શકીએ છીએ. છતાં સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એન.સી.ખોરસીયાના હિસાબે તો ઓલ ઈઝ વેલ છે. કેનાલની સફાઈ થઈ ચુકી છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

ભાદર 2ના અધિકારીઓનું તો કહેવું છે કે કેનાલને યોગ્ય સમયે સાફ કરવામાં આવી છે. સફાઈનું કામ પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી વહેવડાવામાં આવ્યું છે, અને 20 લાખ રૂપિયાના ખર્ચે કેનાલની સફાઈ કરી દેવાઈ છે. જો કે સવાલ એ થાય કે, કેનાલની સફાઈ વગર પાણી કેમ છોડવામાં આવ્યું છે. શું ખેડૂતોને પિયતમાં થનારા નુકસાનની કોઈને નથી પડી ? ત્યારે સરકારી દાવાઓ અને વાતો સામે કેનાલના આ દ્રશ્યો બધી જ પોલ ખોલી નાખે છે ત્યારે હવે આવા વિભાગ અને અધિકારીઓ સામે સરકાર નક્કર કામગીરી કરે તેવી ખેડૂતોની માગ છે.

(વિથ ઇનપુટ-હુસેન કુરેશી, ધોરાજી, રાજકોટ)