Rajkot : વધુ એક લવ જેહાદનો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના રહેવાસી માતાપિતાએ પોલીસમાં અરજી કરી છે કે તેમની દીકરીને એક વિધર્મીએ ક્રિકેટ કોચિંગ દરમિયાન પ્રેમજાળમાં ફસાવી તેનુ ધર્મપરિવર્તન કરાવી નાખ્યુ છે.
દીકરી 17 વર્ષની હતી ત્યારથી તેને ફસાવી છે અને હાલ તેનુ નામ પણ બદલી નાઝમીન કરી નાખ્યુ છે. પરિવાર કંઈ કહે તો યુવક ધમકી આપે છે. છેલ્લા ઘણા દીવસોથી દીકરી ગુમ છે. માતાપિતાના જણાવ્યા મુજબ ગત 26 જુનથી દીકરી ગુમ છે. લવ જેહાદના આક્ષેપ સામે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટના જામનગર રોડ પર રહેતા પરિવારની દીકરી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિવારની ફરિયાદ મુજબ દીકરી 17 વર્ષની હતી ત્યારથી એક વિધર્મી યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનુ શારીરિક શોષણ કરી રહ્યો છે. દીકરીના કહેવા પ્રમાણે તેની દીકરી ક્રિકેટ કોચિંગ શીખી રહી હતી અને મહેબુબ બુખારી નામનો વિધર્મી યુવક તેને કોચિંગ કરાવતો હતો. ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવીને ધર્મપરિવર્તન કરાવ્યુ.
દીકરીના માતાના જણાવ્યુ મુજબ પહેલા તેને પ્રેમજાળમાં ફસાવી ત્યારૂબાદ તેને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો. દીકરીને પરિવાર વિરુદ્ધ સતત ભડકાવી પરિવારથી જ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. યુવતીના મનમાં એટલી હદે ઝેર ભર્યુ કે યુવતી ઘરમાં જ રૂપિયાની ચોરી કરી યુવકે આપવા લાગી.
વિધર્મી મહેબુબની કરતુત અંગે માતાપિતાએ તેમની સાથે વાત કરતા મહેબુબે તેમને ધમકી આપી કે તમારી દીકરી સાથે 17 વર્ષથી શારીરિક સંબંધ છે અને મારી પહોંચ ઉપર સુધી છે, તમે મારુ કંઈ બગાડી નહીં શકો.
માતાનો આક્ષેપ છે કે મહેબુબે તેમની દીકરીનું ધર્મપરિવર્તન કરાવી તેનુ નામ નાઝમીન રાખ્યુ છે. વિધર્મી યુવકે કહ્યુ હું તારી સાથે લગ્ન કરીશ તો મને 5 લાખ રૂપિયા મળશે અને કોઈ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરીશ તો મને 10 લાખ રૂપિયા મળશે.
મહેબુબના સંપર્કમાં રહેવાનો કારણે દીકરીની વર્તણુક તદ્દન બદલાઈ ગઈ અને ઘરમાં જ નમાઝ પઢવા લાગી. હિંદુ દેવી દેવતા વિશે કવેણ કહેવા લાગી. યુવતી ઘરમાં એક પાઉડર લાવતી જેનાથી ઘરના તમામ સભ્યો બેભાન જ રહેતા હતા. આ યુવતીને વિધર્મી યુવક ક્યારેક હોસ્ટેલમાં અને ક્યારેક ઘરે પણ લઈ જતો હોવાનો પરિવારને આરોપ છે.
આ પણ વાંચો : Rajkot: પડવલામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશીલુ પ્રવાહી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે 1 આરોપીની કરી ધરપકડ
હાલ પોલીસે માતાપિતાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. મહેબુબ નામના શખ્સની પૂછપરછ શરૂ કરૂ છે અને તેની કોલ ડિટેલ સહિતની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કિસ્સામાં કેટલીક કાયદાકીય મર્યાદાઓ અવરોધરૂપ બની છે.
યુવતી પોતે રાજીખુશીથી પોતાના માતાપિતાથી દૂર થઈ હોવાનુ લખાણ પોલીસને સોંપ્યુ છે. જો કે પોલીસે મહેબુબ અને તેના નજીકના સંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. હાલ માતાપિતાના આક્ષેપ અંગે યુવતી શું નિવેદન આપે છે તે જોવુ રહ્યુ. જો કે આ પ્રેમની આડમાં આ પ્રકારે ધર્મપરિવર્તનના બનાવો હાલ પડકારજનક બન્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:39 pm, Tue, 11 July 23