“લતાદીદી સંગીતના દેવી છે” રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત

|

Feb 06, 2022 | 10:13 PM

વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લત્તાજી સાથે સંપર્કમાં આવ્યા હતા.તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લત્તાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા.

લતાદીદી સંગીતના દેવી છે રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત
Announcement to build a memorial temple of Lata Mangeshkar, an artist living in Rajkot

Follow us on

રાજકોટના કલાકાર ભુપેન્દ્ર વસાવડાએ લતા મંગેશકર સાથેની સ્મૃતિ વાગોળી

સુર સમ્રાજ્ઞની લતા મંગેશકરે આજે આ દુનિયાને અલવિદા કરી લીઘી છે. તેમના નિધનથી દેશ અને દુનિયાના તેમના ચાહક વર્ગમાં દુખની લાગણી જોવા મળી છે. લતા મંગેશકરે (Lata Mangeshkar)લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેની સાથેના પોતાના સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર જેમનું નામ ભુપેન્દ્રભાઇ વસાવડા (Bhupendra Vasavada) છે તેઓનો પણ લત્તાજી સાથેનો નાતો વિશેષ છે.ભારે હ્રદય સાથે તેઓ આજે લત્તાદીદીને યાદ કરે છે. ભુપેન્દ્રભાઇ લત્તાદીદીને સંગીતના દેવી માની રહ્યા છે અને એટલા માટે જ તેઓએ રાજકોટ (Rajkot) ખાતે લત્તાદીદીનું એક સ્મૃતિ મંદિર (Smriti Mandir)બનાવવાની લાગણી વ્યક્ત કરી છે.આ મંદિર કેવું અને કઇ રીતનું બનાવવું તે અંગે આગામી દિવસોમાં તેઓ આયોજન ઘડશે.

વર્ષ નવેમ્બર 1954 સુગમ સંગીત હરીફાઇમાં લત્તા મંગેશકર સાથે મુલાકાત થઇ હતી

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રાજકોટના ભુપેન્દ્રભાઇ વસાવડાની લત્તા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી.અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરિફાઇમાં ભુપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો અને તેના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યા હતા. દરેક પ્રતિસ્પર્ધીએ એક ગીત ગાવાનું હોય છે જ્યારે ભુપેન્દ્રભાઇએ ગીત ગાયું ત્યારે સૌ કોઇ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા.લત્તાદીદીને પણ ભુપેન્દ્રભાઇનું ગીત ખૂબ ગમ્યું હતુ. તેથી લત્તાદીદીએ ભુપેન્દ્રભાઇને તેની નજીક બોલાવ્યા હતા અને બીજું ગીત ગાવા માટે કહ્યું હતુ. લત્તાજી ભુપેન્દ્રભાઇના ગીતથી ખુબ ખુશ થયા હતા અને સુગમ સંગીતની એ સ્પર્ધામાં ભુપેન્દ્રભાઇને ગોલ્ડ મેડલ મળ્યું હતું.

ગણેશ મહોત્સવમાં ભુપેન્દ્રભાઇ અચૂક લત્તાજીને મળતા

વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લત્તાજી સાથે સંપર્કમાં આવ્યા હતા.તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લત્તાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા.ભુપેન્દ્રભાઇ રાજકોટના પેંડા અને ચુરમાના લાડું ગણેશજીના પ્રસાદ માટે લઇ જતા હતા.દર વર્ષે તેઓ ગણેશજીની સાથે લત્તાજીના દર્શન પણ કરતા હતા અને તેની તબિયતના ખબર અંતર પુછતા હતાં.

લત્તાદીદી બિમાર હતા ત્યારે નિયમીત ખબર પુછતા

ભુપેન્દ્રભાઇના લત્તાદીદી સાથેના સબંધો ખુબ જ લાગણીસભર હતા. દીદીની તબિયત નાજુક થઇ ત્યારથી તેઓ તેના પીએના સંપર્કમાં હતા અને તેની તબિયત વિશે માહિતી મેળવતા રહેતા હતા.લતાજીના નિધનના બે દિવસ પહેલા પણ તેઓએ ખબર અંતર પૂછ્યા હતા.આજે જ્યારે તેઓનું નિધન થયું ત્યારે તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે.તેઓ લતાદીદીના અંતિમ સંસ્કારમાં પ્રત્યક્ષ તો જઇ શક્યા નથી પરંતુ તેઓએ ટીવીના માધ્યમથી તેઓના અંતિમ દર્શન કરીને ભાવભીનિ શ્રધ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 3,897 કેસ નોંધાયા, 19ના મોત

આ પણ વાંચો : રાજપીપલા : જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત કરાયું

Published On - 10:08 pm, Sun, 6 February 22

Next Article